બોલીવુડની આ 5 અભિનેત્રીઓ તેમના દેવર સાથે સબંધ છે ગાઢ, જુઓ કોણ કોણ છે ??

આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર અભિનેત્રી તેની સુંદરતા અને લુકને લઈને હેડલાઇન્સમાં રહે છે. આ સાથે આ અભિનેત્રીઓ ઘણીવાર તેમની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં રહે છે અને આજે અમે તમને બોલીવુડની કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે જણાવીશું.

જેમનો તેમના દેવર સાથે ખૂબ સારો સંબંધ છે અને તેમના દેવરને સૌથી સારો મિત્ર માને છે. તો ચાલો આપણે જાણીએ કે આ લિસ્ટમાં કઇ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

પ્રિયંકા ચોપડા:

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરા એ વર્ષ 2018 માં ઇંટરનેશનલ પોપ સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. અને પ્રિયંકાના લગ્નની ધૂમ દેશમાં જ નહીં પણ વિદેશ સુધી પહોંચી હતી. પ્રિયંકાના સાસરાવાળા ભલે વિદેશી છે પણ તેમના વિચાર બિલકુલ આપણા દેશ જેવા જ છે અને તેમણે પ્રિયંકા ચોપરાને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને પુત્રવધૂના રૂપમાં સ્વીકાર કર્યો છે.

પ્રિયંકાના સાસરાવાળાની વાત કરીએ તો પ્રિયંકાના પરિવારમાં તેના બે જેઠ અને એક દેવર છે અને આ બધા સાથે પ્રિયંકા નો ખૂબ જ ફ્રેંડલી સંબંધ છે અને ઘણીવાર પ્રિયંકા તેના દેવર સાથે તસવીર શેર કરે છે. પ્રિયંકાનો બોન્ડિંગ તેના દેવર અને જેઠ સાથે ઘણો સારો છે. સાથે જ તેના દેવર ફ્રંકી સાથેની તસવીર પ્રિયંકા ઘણીવાર શેર કરે છે જેમાં દેવર ભાભીનો પ્યાર જોવા મળે છે.

રાની મુખર્જી:

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રાની મુખર્જીનો પણ તેના દેવર સાથે ખૂબ સારો સંબંધ છે. રાની મુખર્જીના દેવરનું નામ ઉદય ચોપડા છે. ઉદય એ રાની સાથે ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોગે’ માં કામ કર્યું છે અને ઉદય રાનીનો ખૂબ સારો મિત્ર છે. અને હવે દેવર બન્યા પછી પણ, બંનેની અન્ડર-સ્ટેન્ડિંગ ખૂબ જ સારી છે.

વિદ્યા બાલન:

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન એ સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે અને વિદ્યાને બે દેવર છે, જેમાંથી એકનું નામ આદિત્ય રોય કપૂર છે, જ્યારે બીજાનું નામ કુનાલ રોય કપૂર છે અને વિદ્યાનો બંને દેવર સાથે ખૂબ સારો બોન્ડિંગ છે અને ઘણી વાર વિદ્યા તેના દેવર સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે આદિત્ય રોય કપૂર તો વિદ્યાનો ખૂબ મોટો ચાહક છે અને તેની એક્ટિંગના દિવાના છે. ઘણીવાર તેમણે આ વાત મીડિયા સામે કબૂલ કરી છે.

મીરા કપૂર:

મીરા કપૂરે બોલીવુડ અભિનેતા શહીદ કપૂર સાથે લગ્ન કર્યાં છે અને આ કપલ બોલીવુડની સૌથી રોમેન્ટિક કપલમાંની એક છે. જણાવી દઈએ કે મીરાએ ક્યારેય ફિલ્મોમાં કામ કર્યું નથી પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ કોઈથી ઓછી નથી. સાથે જ શાહિદ તેના ભાઈ ઈશાન ખટ્ટર ને ખૂબ પ્રેમ કરે છે અને મીરા કપૂરનો પણ તેના દેવર સાથે ઘણો સારો બોન્ડિંગ છે. આ બંને એકબીજાને પોતાના સૌથી સારા મિત્રો માને છે.

મલાઈકા અરોરા:

મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા પણ મલાઈકા અરોરાનો સંબંધ અરબાઝના નાના ભાઈ સોહેલ ખાન સાથે ખૂબ સારો હતો અને મલાઇકા અરોરા સોહેલને તેનો ખૂબ જ સારો મિત્ર માનતી હતી. તેમનો સંબંધ આજે પણ પહેલા જેવો જ છે.

Back To Top