બોલીવુડની આ હિરોઇને આ કારણે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેની પહેલી ફિલ્મે કરી હતી 100 કરોડ ની કમાણી…

સાઉથની ફિલ્મો અને બોલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનારી અભિનેત્રી અસિન આજે તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે અસિનનું પૂરું નામ અસિન થોટુમ્મકલ છે. તેણે બોલિવૂડમાં આમિર ખાન સાથે ‘ગજની’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. તેમની આ ફિલ્મ બોલિવૂડના 100 કરોડ ક્લબની પ્રથમ ફિલ્મ હતી.

આમિર સિવાય તે સલમાન ખાન સાથે પણ બે હિટ ફિલ્મો આપી ચુકી છે. તેણે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2001 માં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરી હતી.

તે ‘ગજિની’ ની સાઉથ વર્ઝનની અભિનેત્રી હતી, તેથી જ્યારે 2008 માં બોલીવુડમાં તેની રીમેક બનાવવામાં આવી ત્યારે અસિન ને જ આમિર ખાન સાથે લીડ એક્ટ્રેસમાં લેવામાં આવી હતી. આ ફિલ્મ બોલિવૂડમાં સુપર ડુપર હિટ રહી હતી.

‘ગજિની’ પછી અસિન 2009 માં ‘લંડન ડ્રીમઝ’માં જોવા મળી હતી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી.

આ ફિલ્મમાં દસ વર્ષ પછી સલમાન અને અજય દેવગન સાથે કામ કરી રહ્યા હતા. ફિલ્મમાં સલમાનને અસિનની એક્ટિંગ સારી લાગી, જેના કારણે તેઁમણે તેની પોતાની આગામી ફિલ્મ ‘રેડી’ માં લિધી.

વર્ષ 2011 માં અસિને સલમાન ખાન સાથે ‘રેડી’ ફિલ્મ કરી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી અને તેણે 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો.

આવી સ્થિતિમાં તે અસિનની બીજી ફિલ્મ 100 કરોડની ક્લબવાળી બની. આ બાબતે ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન આકર્ષિત થયું અને તેઓ તેને તેમની ફિલ્મમાં લઈ જવા માટે આગળ આવ્યા.

અસિનને એક સાથે અનેક ફિલ્મોની ઓફર મળી રહી હતી. ‘રેડી’ પછી તે 2012 માં અક્ષય કુમાર સાથે હાઉસફુલ 2 માં જોવા મળી હતી.

આ સિવાય તેણે તે જ વર્ષે બોલ બચ્ચન અને ખિલાડી 786 જેવી ફિલ્મો પણ કરી હતી. અસિનની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી. જો કે, તેની કારકિર્દીની ટોચ પર હોવા છતાં, તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી.

ખરેખર અસિને વર્ષ 2016 માં માઇક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી, તેણીએ ન તો કોઈ બોલિવૂડ ફિલ્મ સાઇન કરી કે ન તો તે કોઇ સાઉથ ફિફિલ્મોમાં તે જોવા મળી. તે છેલ્લે ડાયરેક્ટર ઉમેશ શુક્લાની ફિલ્મ ‘ઓલ ઇઝ વેલ’ માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.

આ દિવસોમાં અસિન તેની મેરીડ લઈફ એન્જોય કરી રહી છે. જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની તસવીર શેર કરતી રહે છે.

Back To Top