આ બોલીવુડ ના સ્ટાર્સ ડીવાર્સી મહિલાઓને પોતાની પત્ની બનાવીને મસ્તીની જીંદગી જીવે છે…

બોલીવુડમાં એકથી એક રોમેન્ટિક અને ક્યૂટ કપલ્સ છે જેમ કે રણબીર-દીપિકા, શાહરુખ-ગૌરી, અનુષ્કા-વિરાટ નિક-પ્રિયંકા વગેરે. જો કે આજે અમે એવા અભિનેતા વિશે જણાવીશું જેમણે છૂટાછેડા થયેલી મહિલા સાથે લગ્ન કરીને એક અનોખી મિસાલ કાયમ કરી છે અને આજે તેઓ ખુશનુમા જીવન વિતાવી રહ્યા છે.

1. સંજય દત્ત-માન્યતા દત્ત:
અભિનેતા સંજય દત્તનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું પણ તેણે લગ્ન માન્યા દત્ત સાથે કર્યા હતા. આ સંજય દત્તના ત્રીજા લગ્ન હતા જયારે માન્યતાના બીજા લગ્ન હતા. માન્યતાના પહેલા લગ્ન મિરાજ-ઉર-રહમાન સાથે થયા હતા અને તેની સાથેના છૂટાછેડા પછી માન્યતાએ સંજય સાથે લગ્ન કર્યા.  આજે બંન્નેના બે બાળકો છે અને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.

2.  લિએન્ડર પેસ-રિયા પિલ્લઈ:
સંજય દત્ત પહેલી પત્ની રિયા પિલ્લઇથી અલગ થયા પછી રિયાએ ટેનિસ ખિલાડી લિએન્ડર પેસને ડેટ કરી હતી. બંન્નેની દીકરી અજયાના પેસ પણ છે. જો કે હાલ લિએન્ડર અને રિયા અલગ થઇ ગયા છે.

3. સમીર સોની-નીલમ કોઠારી:
સમીર સોનીને પહેલા લગ્ન ઇન્ડિયન મૉડલ રાજલક્ષ્મી ખાનવીલકર સાથે કર્યા હતા જેની સાથે માત્ર 6 જ મહિનામાં છૂટાછેટા લઇ લીધા અને પછી સમીરે અભિનેત્રી નીલમ કોઠારી સાથે લગ્ન કર્યા હતા જેના પેહલા લગ્ન બિઝનેસમને ઋષિ સેઠિયા સાથે થયા હતા. સમીર અને નીલમે લગ્ન કર્યા પછી એક દીકરીને પણ દત્તક લીધી હતી જેનું નામ અહાના છે.

4. રાહુલ રૉય-રાજલક્ષ્મી ખાનવીલકર:
સમીર સોની સાથે છુટાકડા થયા પછી રાજલક્ષ્મીએ અભિનેતા રાહુલ રૉયને ડેટ કરી હતી. બંન્ને એ વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2004 માં બંન્ને અલગ થઇ ગયા.

5. મિથુન ચક્રવર્તી-યોગિતા બાલી:
યોગિતા બાલી બોલીવુડના ગાયક કિશોર કુમારની ત્રીજી પત્ની હતી. વર્ષ 1976 માં બંન્નેના લગ્ન થયા હતા અને વર્ષ 1978 માં તેઓએ છૂટાછેડા લઇ લીધી હતા. જેના પછી યોગીતાએ વર્ષ 1979 માં મિથુન સાથે લગ્ન કર્યા હતા અને આજે તેના ચાર બાળકો છે અને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.

6.  અનુપમ ખેર-કિરણ ખેર:
કિરણ ખેરના લગ્ન મુંબઈના બિઝનેસમેન ગૌતમ બેરી સાથે થયા હતા, પણ 1985માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા. તે જ વર્ષે કિરણ ખેરે અનુપ ખેર સાથે લગ્ન કરી લીધા. બંન્ને એકબીજાને થિએટરના સમયથી ઓળખતા હતા. લગ્ન પછી કિરણ ખેરના દીકરાને પણ અનુપમ ખેરે અપનાવી લીધો હતો.

7.  ગુલજાર- રાખી:
રાખીના પહેલા લગ્ન ફિલ્મ ડાયરેક્ટર અજય બિસ્વાસ સાથે થયા હતા જેનાથી અલગ થયા પછી રાખીએ ગુલજાર સાથે લગ્ન કર્યા હતા. બંન્નેની દીકરી મેઘના ગુલજાર છે જે બોલીવુડની ખુબ મોટી ડાયરેક્ટર છે.

Back To Top