મને માનતા હોય તો ફોટા પર ક્લિક કરીને જરૂરથી વાંચો…..

ગુજરાતમાં અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે.જેમાં આજે આપણે વાત કરવાના છીએ મોગલ માતાજીના મંદિરની ગુજરાત રાજ્યની વાત કરીએ તો મોગલ માતાજીના પ્રસિદ્ધ મોટા ચાર મંદિરો આવેલા છે. જેમાં આપણે અહીં આજે વાત કરવાના છે મોગલ માતાજીનું ધામ ભગુડા ધામ કે જે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલું છે.

ભગુડાધામ ભાવનગરથી અંદાજે 80 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. અંદાજે 450 વર્ષ પહેલા મોગલ માતાએ નળ રાજાની આ તપોભૂમિ પર ભગુડા ગામની મુલાકાત કરી હતી મોગલ માતાજીના ચાર ધામમાંથી એક ભગુડાના મોગલ ધામ પ્રસિદ્ધ છે આજે અહીં આપણે તેના ઇતિહાસની વાત કરીશું.જય મોગલ માતાજી લખીને શેર કરી દો.

ઘણા વર્ષો પહેલા દુષ્કાળના કારણે આહીર સમાજના માણસો તેમના કુટુંબ પરિવાર સાથે ગીરના જંગલમાં વસવાટ કરવા માટે પહોંચી ગયા હતા. ગીરના જંગલમાં જઈને આહિર પરિવારની બે મહિલાઓ અને ચારણ પરિવાર વચ્ચે સંબંધ બંધાયો હતો.

ચારણ પરિવારની એક વૃદ્ધ મહિલા તેના ઘરે મોગલ માતાજીની પૂજા અર્ચના કરતી હતી મોગલ માતા આ આહિર કુટુંબના કલ્યાણ અને સલામતી માટે ચારણ પરિવારની વૃદ્ધ મહિલાએ આહિર પરિવાર માંથી મોગલ માતાને કાપડમાં આપ્યા હતા. ત્યારબાદ આહિર પરિવારના બધા જ લોકો એવા કે જે લોકો ગીરમાં ગયા હતા તે બધા જ ફરીથી ભગુડા ધામમાં રહેવા માટે ચાલે આવ્યા હતા.

ભગુડામાં આહિર પરિવારના જે નળિયાવાળા મકાનના એક ભાગમાં માતાજીને સ્થાપના કરવામાં આવી હતી તે જગ્યા ઉપર 23 વર્ષ પહેલાં જ એક ભવ્ય અને પ્રસિદ્ધ મંદિરનો નિર્માણ કરવામાં આવ્યું. આજે આ મંદિર ભગુડાના મોગલ ધામ તરીકે ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ખૂબ જ પ્રસિદ્ધ થયું છે.

કહેવાય છે કે ભગુડા ના મોગલ માતાજીના મંદિરે જે ભાગ જીવનમાં એક વાર પણ માતાજીના અહીં દર્શન કરવા માટે આવે છે તેની બધી મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. તેના દુઃખ માતાજી દૂર કરે છે.જીવનમાં સુખના દિવસોની શરૂઆત થાય છે. ભગુડાના મોગલ ધામમાં જે ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે તેમના માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા આ મંદિર તરફથી કરવામાં આવતી હોય છે.

Back To Top