પાર્ટનર સાથે સેક્સ દરમિયાન લોકોના મનમાં ફક્ત એ વાતની ચિંતા હોતી નથી કે ક્લાઇમેક્સ કેવી રીતે મેળવીશું પરંતુ તે સિવાય અનેક બાબતો મનમાં ચાલતી હોય છે.
ફિમેલ ઓર્ગેઝમને સમજવું પુરુષોની સાથે સાથે મહિલાઓ માટે પણ સરળ નથી. જેથી તમારી ગર્લફ્રેન્ડ કે તમારી વાઇફ દર વખતે સેક્સ દરમિયાન કહે કે તેમને ઓર્ગેઝમ અનુભવાતું નથી તો તમારે આ વાતને લઇને પરેશાન થવાની જરૂર નથી. કારણ કે ટેન્શન લેવાથી તમારી મુશ્કેલીનો ઉકેલ આવશે નહી.
સેક્સ દરમિયાન મોટાભાગના લોકો એ વાતને લઇને ચિંતિત હોય છે કે પાર્ટનરને કોઇ નવા સેક્સ પોઝિશન ટ્રાય કરવાનું કહીશ તો તેને ખોટું તો નહી લાગે ને? જોકે, આ સવાલનો જવાબ તમને ત્યાં સુધી મળી શકતો નથી જ્યાં સુધી તમે પાર્ટનરને સવાલ કરશો નહીં. યાદ રાખો સેક્સ દરમિયાન પાર્ટનરની ખુશી અને આનંદ મળવો જરૂરી છે. જો એક પાર્ટનર ખુશ નહી થાય તો બીજા પાર્ટનરને પણ સંતોષ નહી મળે.
અનેક વાર ઘણા લોકો ક્લાઇમેક્સ મેળવવાના ચક્કરમાં સેક્સને ફન બનાવવાને બદલે એક રેસ બનાવી દેતા હોય છે એવામાં પાર્ટનરને એ કહેવામાં જરા પણ શરમ ના રાખો કે એ પોતાની લવમેકિંગ સ્પીડને કંન્ટ્રોલમાં રાખે.
રીલ લાઇફ અને ફિલ્મોની વાત કરવામા આવે તો સેક્સ બાદ એકબીજાને ગળે ના લગાડવું એક ગુનો માનવામાં આવે છે પરંતુ રિયલ લાઇફમાં સેક્સ બાદ જે સૌથી જરૂરી વાત યાદ આવે છે તે છે બાથરૂમમાં જવાનું અને સાફ સફાઇ કરવાની. પરંતુ અનેકવાર લોકોના મનમાં એ વાતનો ડર હોય છે કે જો તેઓ આમ કરશે તો તેમના પાર્ટનરને ખોટું લાગશે.