નળ સરોવરના સર્જન અને હિંગળાજ માતાના પ્રાગટ્યની લોકકથા અને ઇતિહાસ…

આજથી ઘણા વર્ષો પહેલાં ની આ વાત છે એકવાર પાકિસ્તાન સિંધ પ્રાંતમાં ખુબ જ દુષ્કાળ પડ્યો હતો. તેવા સમયમાં લૂટ ફાટ અને એક તરફ સિંધના સુમરાનો ત્રાસ, એવા સમયમાં સિંધમા કાશ્મીર કોળી નામનો એક માતા હિંગળાજ નો પરમ ઉપાસક માતાજીને વિનંતી કરવા લાગ્યો કે હે મા હિંગળાજ મારા કુળની દેવી, હવે આ દુષ્કાળ માંથી તુજ ઉગારી શકે છે.

માં હિંગળાજે પ્રસન્ન થઇને કહ્યુ કે. બેટા કાશ્મીર નાહક નીચિંતા છોડી દે, હુ તને ગુજરાતમાં લઈ જઈશ અને તરતજ મા હિંગળાજે બહેન ભોરખને કહ્યુ, ચાલો બેન અહીંથી આપણે જવાનો સમય આવી ગયો છે, માટે આપણો રથ તૈયાર કરો અને માતાજી કાશ્મીર કોળીને રથમા બેસાડી ગુજરાત તરફ પ્રયાણ કર્યા. હવે ગુજરાતમા આવ્યા પછી એક વિરાન ભુમી ખારોપાટ હતો ત્યાં રથ ઉભો રાખ્યો અને કાશ્મીર કોળીને કહયુ કે, બેટા કાશ્મીર આ જગ્યાએ તારા માટે મારે ગામ વસાવુ છે, શુ તને અહીં ગમશે?

ત્યારે કાશ્મીર કોળી કહે છે કે, હે મા આ વેરાન રણમાં કેમ કરી રહેવુ? માટે મારે અહીં નથી રહેવુ. ત્યારે માતાજી કહે છે કે ઠીક છે, બેટા તુ સુઈ જા રાત ઘણી થઈ ગઈ છે માટે સવારે વાત કરશુ. કાશ્મીર કોળી માના ચરણોમાં માથુ રાખીને સુઈ ગયો.

સવારે જાગ્યો ત્યારે તે અચરજ સાથે કહેવા લાગ્યો કે, હે મા આપણે રાત્રે એક વેરાન રણમાં હતા અને અત્યારે અહીં આ હરિયાળી વનરાઈ અને આવડુ મોટુ સરોવર. માં આ જગ્યા મને ખુબ ગમે છે, મારે અહીં રહેવુ છે.

ત્યારે માતા ભોરખ કહે છે કે, બેટા કાશ્મીર આ એજ જગ્યા છે જ્યાં તુ રાત્રે સુતો હતો. અને મા હિંગળાજ કહે છે કે, બેટા હવે હુ તારા સાત દિકરા ની માટે સાત ગામ વસાવુ છુ. એવી રીતે મુળ પ્રથમ ગામ મુળ બાવળી વસાવ્યુ, જે હાલ મા લીમડી તાલુકા નુ મુળ બાવળા તરીકે ઓળખાય છે, બીજુ ગામ વેકરીયા બનાવ્યુ જે નળસરોવર વેકરીયા તરીકે ઓળખાય છે, ત્રીજુ ગામ નાની કઠેચી, ચોથુ ગામ રાણાગઢ, પાચમુ ગામ ધરજી, છઠુ ગામ મેણી અને સાતમુ ગામ શાહપુર વસાવ્યુ.

કાશ્મીર કોળીના મોટા દિકરા ધાનમેર ને મુળ બાવળી અર્થાત મુળ બાવળા સોપીયુ. હવે રહી વાત સરોવરની તો આવુ વિશાળ પંથમા મોટુ સરોવરજોઈને ઘણા દેવી દેવતાઓ ને સરોવર ની માયા લાગી એમા શક્તિ સ્વરૂપે ઝુપાળી માતાએ આવીને આ સરોવર પર કબજો કર્યો ત્યારે હિંગળાજ માતાજી એ આવીને કહ્યુ કે, આ સરોવર મારૂ છે માટે તમે આ સરોવર છોડી ચાલ્યા જાવ. અને ઝુપાળી માતા એ કહ્યું કે, નહીં હુ અહીં જ રહીશ અને આ સરોવરનુ રક્ષણ કરીશ. મને અહીં રહેવા દો. માતાજીએ હા પાડી.

આવી રીતે મહાતળ દાદા એટલે કે નાગશેષ ગોગા મહારાજ પણ અહીં સરોવર મા રહેવા આવ્યા. માતાજીએ તેમને પણ કહ્યુ કે, રહો તો ભલે રહો પરંતુ મારી ધાનમેર ની એક વસ્તી નહી પરંતુ અઢારેય વરણની વસ્તી ને કોઈ નુકશાન ના આપવુ હોય તો. મહાતળ દાદા વચને બંધાયા અને અત્યારે હાલ પણ નળસરોવર મા કોઈ પણ વ્યક્તિને નાગ કરડતો નથી.

અત્યારે હાલ ચોમાસામાં ગોવાળ લોક પોતાના ઢોર ઢાખર લઈને આ સરોવરમા જાય છે અને સરોવર ના કિનારે સુઈ જાય છે. સવારે ઘરે આવે ત્યારે કોઈ પણ પ્રજાતિના નાના મોટા સાપ કોઈના કામળા ગોદડા મા ઘરે સાથે આવી જાય છે, પરંતુ કોઈ ને કરડતા નથી ફક્ત નળસરોવર અંદર ના ભાગ સુધી. આવી રીતે જ પાવાગઢ મહાકાળી માં પણ આ સરોવરમા રહેવા આવેલા ત્યારે ચાચડ વીર અને માંકડ વીર બે ભાઇઓ આ નળસરોવર ના ચોકીદાર હતા.

તેમણે માતા હિંગળાજ અને માતા ભોરખને ખબર આપી કે, માં અહીં એક દેવી પધાર્યા છે આપણા નળસરોવરપર હક કરી બેઠા છે. ત્યારે માતા હિંગળાજે તેમને કહ્યુ કે, તમે અહીંથી ચાલ્યા જાવ. ત્યારે માતાજી મહાકાળી માતા એ કહ્યુ કે, ઠીક છે હુ તો જાવુ છુ પણ આ સરોવરનુ નામ નિશાની રહેવા દઈશ નહી.

એમ ક્રોધના આવેશ મા આવીને માતા મહાકાળી એ ધૂળના ડુંગર ઉતારવા લાગ્યા અને નળસરોવર બુરવા લાગ્યા. ત્યારે મા હિંગળાજે પૂછયું કે, કોણ છે જે મારૂ નળ સરોવર બુરવા લાગ્યુ છે ત્યારે મહાકાળી એ કહ્યુ કે, હું કાળી છું, મેં આ કાર્ય કર્યુ છે.

માતાજી એ તેમને જેમ તેમ કરી સમજાવ્યા અને નળસરોવર થી પંદર કિલોમીટરના અંતરે એમને બેસણુ આપ્યુ અને કહ્યુ કે, આ ધૂળના ઢગલાનો તમે ડુંગર બનાવો અને તેની પર બેસી એક ગામ વસાવો. ત્યારે માતા મહાકાળી એ ગામ વસાવ્યુ અને તે ગામનુ નામ તેમના નામ પરથી મેટાળ ગામ નામ આપ્યું અને તે પોતે મેહકાળી માતા તરીકે મેટાળ ગામે પૂજાવા લાગ્યા, અને નિશાની રૂપે તેમનુ નામ નળસરોવર સાથે અમર રહે તે માટે 360 નાના નાના ઢગલા નળ સરોવરમાં રહેવા દિધા જે ટાપુ તરીકે ઓળખાય છે.

હવે વાત જાણે એમ બને છે કે, માતા હિંગળાજ ના આગામમાં સ્ત્રી ઓ સોનાના બેડે પાણી ભરતી હતી. સોનાની કોઈ તંગી નહોતી એટલા સુખી ગામડાઓ હતા. નળસરોવર ના સમય વિતતો જાય છે અને એક વાર દિલ્હી મા ખુબ દુકાળ પડે છે.

દિલ્હી નો બાદશાહ મુગલ સૈનિકોને કહે છે કે, જાઓ અને દુર દુર સુધી પહોંચી જાવો ને તપાસ કરો કે આપણુ મોગલોનુ સામ્રાજય ક્યાં અને કેવી રીતે ટકાવી શકાય તેવી જગ્યા તપાસ ક.રો સૈનિકો ચાલતા ચાલતા નળસરોવર ના મુળ બાવળા ગામે આવ્યા. તેમને તરસ ખૂબ લાગી હતી એટલે ગામના ગોંદરે પનિહારીયો પાણી ભરી રહી હતી ત્યાં ગયા અને પાણી માગ્યુ.

Back To Top