Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ ચાર કામ રોજે નિયમીત નહી કરો તો આવી શકે છે ગરીબી…

આપણા સમાજમાં રોજિંદાં કામો અંગે ઘણી પરંપરાઓ અને માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે, આ પરંપરાઓનું પાલન કરવામાં ના આવે તો, દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ગરૂડ પુરાણ અંકના આચારકાંડમાં દૈનિક જીવન સાથે સંકળાયેલ એવાં કેટલાંક કામો વિશે જણાવવામાં આવ્યું છે, જેના વિશે આજે આપણે વાત કરીશું.

પહેલું કામઃ

કેટલાક લોકો દિવસે સમય ના મળે તો રાત્રે નખ કાપે છે, જે અપશુકન ગણાય છે. આ બાબતે એવી માન્યતા છે કે, રાત્રે નખ કાપવામાંથી ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે અને ગરીબીનું આગમન થાય છે. પ્રાચીન કાળમાં રાત્રે ઘરે અંધારું રહેતું હતું, જેના કારણે રાત્રે નખ ના કાપવાની સલાહ આપવામાં આવી હતી. ધીરે-ધીરે સમયની સાથે-સાથે આ પરંપરા બની ગઈ.

બીજુ કામઃ

જ્યોતિષ અનુસાર, ગુરૂવાર ભાગ્યનો કારક ગુરૂ એટલે કે દેવતાઓના ગુરૂનો દિવસ છે. એવી માન્યતા છે કે, જે લોકો આ દિવસે શેવિંગ કરે છે તેમને ભાગ્યનો સાથ નથી મળતો. શેવિંગ કરવા માટે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારને નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યારે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ કામ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

ત્રીજું કામઃ

સાંજના સમયે તુલસીને જળ ના ચઢાવવું જોઇએ અને તેનાં પત્તાં પણ ન તોડવાં જોઇએ. સાંજે તુલસીને અડવાની પણ મનાઇ કરવામાં આવે છે. રોજ સાંજે તુલસી પાસે દીવો કરવો જોઇએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. તુલસીને જળ ચઢાવવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે.

ચોથું કામઃ

સાંજના સમયે ઘરમાં કચરો ના વાળવો જોઇએ. આમ કરવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને ઘરમાં ગરીબી પ્રવેશે છે. સાંજ પહેલાં જ ઘરની સફાઇ કરી દેવી જોઇએ. વાસ્તુ દોષોથી બચાવા માટે આ વાતનું હંમેશાં ધ્યાન રાખવું જોઇએ.

Back To Top