Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

દર મંગળવારે પીપળાના ઝાડ નીચે કરો હનુમાન મંત્ર ના જાપ, થશે દુર તમારી બધી સમસ્યા….

આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની જીંદગીમાં કોઈ મુશ્કેલી ન હોય. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પરંતુ ફરક એટલો જ હોય છે કે તે સમય-સમય પર આવે છે અને સમય પર જતી રહે છે. કેટલીક સમસ્યાઓ નાની હોય છે તો કેટલીક સમસ્યાઓ ખૂબ મોટી હોય છે.

આવી સ્થિતિમાં, જો તમે કોઈ વિશેષ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યાં છો અને તેનું નિરાકરણ શોધવામાં અસમર્થ છો, તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવી ગયા છો.

આજે અમે તમને 8 એવા હનુમાન મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ જેમના વિશેષ પદ્ધતિથી જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે. હનુમાનજી સંકટમોચન તરીકે પણ ઓળખાય છે. એટલે કે એક દેવતા જે તમારી મુશ્કેલીઓનો અંત લાવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમની પૂજા કરે છે.

આ ઉપાય અંતર્ગત તમારે મંગળવારે પીપળના ઝાડ નીચે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો પડશે. આ માટે, તમે મંગળવારે વહેલી સવારે સ્નાન કરીને લાલ, પીળો કે નારંગી રંગના વસ્ત્રો ધારણ કરો. આ પછી હનુમાનજીની એક નાની મૂર્તિ તમારી સાથે પીપળા ઝાડ પાસે લઈ જાઓ.

અહીં લાલ કાપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. હવે તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. 4 અગરબત્તી કરો. હવે એક પીપળાનું પાન લો અને તેના પર કેસરી રંગના સિંદૂરથી તમારી સમસ્યાઓ લખો. આ પછી આ પાન હનુમાનના ચરણોમાં રાખો.

હવે નીચે આપેલા બધા મંત્રોનો 3 વાર જાપ કરો. આ કુલ આઠ મંત્રો છે, એટલે કે તમે એક સાથે 24 વાર જાપ કરવા જઇ રહ્યા છો. આ મંત્રો નીચે મુજબ છે.

પ્રથમ મંત્ર ૐ તેજસે નમ:।, બીજો મંત્ર ૐ પ્રસન્નાત્મને નમ:, ત્રીજો મંત્ર ૐ શુરાય નમ:, ચોથો મંત્ર ૐ શાન્તાય નમ:, પાંચમો મંત્ર ૐ મારુતાત્મઝાય નમઃ, છઠ્ઠો મંત્ર ૐ હનુમાતે નમ:, સતમો મંત્ર ૐ મારકાય નમઃ, આઠમો મંત્ર ૐ પિંગાક્ષાય નમઃ

આ મંત્રોના જાપ કર્યા પછી હનુમાનજીની આરતી કરો. હવે તેમની સામે માથું ઝુકાવીને ભૂલ ચુક માફ કરવાની વિનંતી કરો. છેલ્લે જે પીપળાના પાન પર તમે તમારી સમસ્યા લખી હતી તેને વૃક્ષની નીચે જમીનમાં દાંટી દો.

હવે હનુમાનજી અને અન્ય પૂજા સામગ્રી તમારી સાથે લઈ ઘરે જાવ. ઘરે આવ્યા પછી સાંજે પણ હનુમાનજીની પૂજા કરો. આ દિવસે હનુમાન ચાલીસા વાંચવાનું ભૂલશો નહીં. તમે હનુમાન ચાલીસા સવારે પીપળાના ઝાડ નીચે પણ મંત્રોના જાપ કર્યા પછી બોલી શકો છો.

અથવા ઘરે આવ્યા પછી સાંજે પણ બોલી શકાય છે. હનુમાનજીના નામનું વ્રત પણ રાખો. એક અન્ય બાબતનું ધ્યાન રાખો કે આ દિવસે તમારે કોઈ પણ પ્રકારના નૉનવેઝનું સેવન નથી કરવાનું. સાથે નશો પણ ન કરો. જો તમે તેનું સેવન કરો છો તો તમને આ ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી.

Back To Top