આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક વસ્તુ છે. આમળામાં વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના કારણે ડાયાબિટીસથી લઈ અને પાચનતંત્ર અને હાડકાંના સ્વાસ્થ્ય માટે આમળા ખૂબ ફાયદાકારક છે.
આમળામાં કેલ્શિયમથી લઈને પોટેશિયમ અને આયર્ન સુધીના ઘણા પદાર્થો અને વિટામિન્સ હોય છે. જો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તમારે આમળા ખાવા જ જોઇએ. આમળા તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
1. જો તમને ડાયાબિટીસ હોય તો આમળા રામબાણ ઈલાજ છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ સાથે જ આમળા હૃદયને પણ લાભ કરે છે. આમળામાં ક્રોમિયમ બીટા હોય છે તે હૃદયને સ્વસ્થ રાખે છે. આમળા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે.
2. આમળા હાડકા માટે પણ ગુણકારી છે. કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે અને આર્થરાઈટિસનું જોખમ ઘટી જાય છે. આમળા પાચન તંત્ર સાથે આંખ પણ સ્વસ્થ રહે છે. તેનાથી આંખનું તેજ વધે છે.
3. આમળામાં અમીનો એસિડ પણ હોય છે જે શરીરનું મેટાબોલિઝમ સુધારે છે. તેનાથી વજન પણ ઘટે છે. પોતાના એંટીઓક્સીડેંટ ગુણના કારણે ત્વચા પણ યુવાન અને ખીલમુક્ત કરે છે.
4. આમળામાં એવા ગુણ પણ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે. કેટલીક શોધમાં ખુલાસો થયો છે કે આમળા કેન્સરની કોશિકાઓનો વિકાસ થતા અટકાવે છે. આમળા અલ્સરની બીમારી પણ દૂર કરે છે.