ઢબુડી માતાના ફોટાને સ્પર્શ કરી, આશિર્વાદ લઈને..જાણો અનોખો ઈતિહાસ

એક સમયની આ વાત છે. રક્ષાબંધનનો દિવસ હતો અને બે ભાઇઓ બહેનની આતુરતાથી રાહ જોતા હતા કે બહેન ક્યારે આવે અને અમને બન્ને ને રાખડી બાંધે. રાહ જોવામાં ને જોવામાં આખો દિવસ પસાર થઇ ગયો. રક્ષાબંધનના દિવસે કોઇ આવ્યું નહી એ માટે બન્ને ભાઇઓ નિરાશ થઇ ગયા.

બન્ને ભાઇઓએ મમ્મીને કહ્યું કે અમારી બહેન હોત તો કેવું સારૂ હતું. મમ્મી એ જવાબ આપ્યો કે આપની માં કહો કે બહેન એ આપણી જોગણી માં છે. આ સાંભળી વિપુલ અને મહેશ એવું બોલ્યા કે આપણી બહેન કેમ ના આવી.

મારે તો આ જગતમાં રાખડી બાંધનાર બીજું કોઇ નથી કહીને રડવા લાગ્યા. માં એ કહ્યું ફુલબઇ જોગણી ને જ તારી બહેન ગણી લે. ત્યારબાદ એ જ દિવસ રાત્રે જોગણી માં સપનામાં આવી બોલ્યા,’હું જ છું’ બેટા તારા નસીબમાં દિકરી નથી.

ત્યારે એવું બન્યું કે બપોરના 2:30 વાગ્યે ડિસેમ્બર 2014 માં સાક્ષાત માં જોગણી આવ્યા. જોગણી માં એ કહ્યું કે તમે બધા ચિંતા ન કરો. હું ફુલબઇ જોગણી આજથી તારા ઘરે દિકરી બનીને રહીશ. પછી જોગણીમાં નાની બાળકી બની ઘરમાં રમવા લાગી.ઘરમાંથી અવાજ નીકળવા લાગ્યો ‘મમ્મી પપ્પા, મમ્મી પપ્પા’. એક દિવસ એ બાળકી બોલી કે, મારૂ નામ શું રાખશો ? ત્યારે માં બોલ્યા આજથી બે ભાઇની લાડકી, પવનબાની દિકરી, જીવીબાની પૌત્રી અને સૌ કુટંબની વ્હાલી ઢબુડી રાખી છે.

આ ઢબુડી માં એ ફક્ત અહીં જ નહી પણ વિદેશમાં પણ જેને વિચારી ન શકાય તેવા પરચા આપ્યા છે. તેવી છે આ ઓનલાઇન ઢબુડી માં. ઢબુડી માં કેન્સર અટેક લકવા જેવી બીમારીઓ દૂર કરી છે. આ ઢબુડીમાં એ એક ચોકલેટમાં ઘણા ના દુખ દૂર કર્યા છે.વાંજીયા ના મેણા ભાંગ્યા છે. નાસ્તિકમાંથી આસ્તિક બનાવ્યા છે. મોટા મોટા દેવી દેવતાઓના સમાધાન કરાવતી અને નોધારાનો આધાર બનેલી ઢબુડી માં ને કોટી કોટી વંદન.

Back To Top