આ વર્ષે ૧૪ નવેમ્બેર નાં દિવાળી નો પાવન પર્વ આવી રહ્યો છે. આ સમયે દરેક વ્યક્તિ ધન નાં દેવી લક્ષ્મીજી ને પ્રસન્ન કરવામાં લાગ્યા હોય છે. એવામાં તમે જાણો છો કે દિવાળી માં ખાસ સપના આવવા એ વાત નાં સંકેત છે કે, મા લક્ષ્મી તમને જલ્દી ધનવાન બનાવવા નાં છે.
અમૃત કળશ
દિવાળી પર સપના માં જો અમૃત કળશ સાથે ધન્વંતરી દેવ દેખાય તો આ શુભ સંકેત ગણવામાં આવે છે. આનો મતલબ એ છે કે જો તમારા ઘર માં કોઈ વ્યક્તિ બીમાર હશે તો તે જલદી થી સારા થઈ જશે. અને સાથે જ ઘર માં મહાલક્ષ્મી ની કૃપા વરસશે.
પાક
જો સપના માં ખેતર માં ઘઉ અને ડાંગર નાં પાક ને જુઓ તો આનો મતલબ એમ છે કે, તમને જલ્દી જ ધન મળવાનું .છે તમારા રોકાયેલા નાણા છુટા થશે.
કમળ નું ફૂલ
જો દિવાળી પર સપના માં કમળ નું ફૂલ દેખાય તો તે શુભ ગણાય છે. ખાસ કરીને વેપારી વર્ગ ને તેનાથી લાભ થાય છે. ત્યારે નોકરિયાત ને પ્રમોશન મળે છે.
કુળદેવી
દિવાળી પર સપના માં કુળદેવી નાં દર્શન થાય તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો કોઈ કામ રોકાયેલું હશે તે પણ પૂર્ણ થશે.
ગાયનું દૂધ દોહતા જોવું
જો સપના માં ગાય ને વાછરડા સાથે કે તેને દોહતા જુઓ તો તે ખૂબ શુભ ગણાય છે. તેનાથી તમારા ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
ગુલાબ નાં ફૂલ
માં લક્ષ્મી ને ગુલાબ અત્યંત પ્રિય છે. એવામાં જો સપના માં ગુલાબ નાં ફૂલ દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે .છે તેનો અર્થ છે કે, તમારી દરેક ઈચ્છા પુર્ણ થશે.
મંદિર
સપના માં જો મંદિર દેખાય તો સમજવું કે, તમે કોઈ કામ ને તમારા મન માં વિચારી રાખ્યું છે તે જલ્દી જ પૂર્ણ થવાનું છે.
મહેલ
જો સપના માં કોઇ મોટો મહેલ દેખાય તો સમજવું કે, તમારા દિવસો સુધરવા નાં છે. તમારો સારો સમય આવવાનો છે. તમારી ગરીબી દૂર થઇ અને ધન પ્રાપ્તિ નાં નવા રસ્તા ખૂલવા નાં છે.
સ્વસ્તિક
સપન શાસ્ત્ર મુજબ સપના માં સ્વસ્તિક દેખાય તો તે શુભ સંકેત ગણાય છે. જો દિવાળીનાં સમય પર સપના માં સ્વસ્તિક દેખાય તો પરિવાર માં ખુશી આવશે. અને ધન લાભ થશે. પરિવાર માં પ્રેમ વધે છે અને લડાઈ ઝઘડા દૂર થાય છે.
આભૂષણ
જો સપના માં આભૂષણ દેખાય કે તમે તેને પહેરતા હોવ તે દેખાય તો આ પણ એક સારો સંકેત છે. એનો મતલબ એમ કે તમને જલ્દી જ કોઈ ખુશખબર મળવાના છે. અને તમારા રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થવાના છે. ધન ની પ્રાપ્તિ થવાની છે.