શું તમારા ઘરમાં પણ છે કબૂતરનો માળો ? વાસ્તુ શાસ્ત્રથી સમજો શુભ છે કે અશુભ…

કબૂતરને સુંદર પક્ષી માનવામાં આવે છે. ઘણા લોકો તેને ઉછેરવાનો પણ શોખ રાખે છે. તેમના શાંત સ્વભાવના કારણે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે. ઘણા લોકો કબૂતરને દાણા ખવડાવે છે. બીજીતરફ ઘણા લોકો ઘરમાં કબૂતરનો માળો બનાવે છે. ઘણા લોકો ઘરમાં કબૂતરના માળા બનાવાને સારું માને છે તો કેટલાક તેને દુર્ભાગ્ય સાથે જોડીને દેખે છે. તેવામાં તે જાણવું જરૂરી છે કે વાસ્તુ શાસ્ત્ર શુ કહે છે.

દુર્ભાગ્યની નિશાની: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનો માળો બનાવો દુર્ભાગ્યની નિશાની છે. તેના કારણે ઘરમાં આર્થીક તંગીની સાથે અસ્થિરતા આવે છે. તેવામાં જરૂરી છે કે ઘરમાં જો કબૂતરનો માળો બનાવ્યો હોય તો તેને નુકસાન કર્યા વગર દૂર મૂકી આવો.

શુભ સંકેત: જ્યાં ઘરોમાં કબૂતરના માળાને અશુભ માનવામાં આવે છે ત્યાં ઘરોમાં જો કબૂતર આવે છે તો તેને શુભ માનવામાં આવે છે. ઘરમાં કબૂતરોના આગમનથી ઓછા સમયમાં મોટી સફળતા મળી શકે છે અને ક્યાંકથી ધન લાભ પણ થઈ શકે છે.દાણા ખવડાવવાથી આવે છે

બરકત: કબૂતરોને દાણા ખવડાવા તે પુણ્યનું કામ માનવામાં આવે છે. તેનાથી ઘણા પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે. તેવામાં પ્રયાસ કરો કે દરરોજ કબૂતરને દાણા ખવડાવી શકો. તેનાથી ઘરમાં સુખ- શાંતિ અને સમૃદ્ધિ આવશે અને ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થશે.

માં લક્ષ્મીજીનું આગમન: માન્યતા છે કે કબૂતર માં લક્ષ્મીજીના ભક્ત હોય છે. તે કારણથી કબૂતર માં લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. તેવામાં જો કબૂતર ઘરે આવી જાય તો તેને માં લક્ષ્મીજીના આગમન સાથે જોડીને જોવામાં આવે છે. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે.

Back To Top