ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ રમવાનું સપનું દરેક ખેલાડી જોતા હોય છે. પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આપણે ઘણા ખેલાડીઓને બીજા દેશ માટે રમતા જોયા છે.
પણ ભારતીય ટીમ માટે પણ ઘણા એવા ખેલાડીઓ રમ્યા છે જેમનો જન્મ વિદેશમાં થયો હોય છતાં ટીમ ઇન્ડિયા માટે રમ્યા છે. આજે અમે તમને આ ખાસ લેખમાં ભારતીય ટીમના એવા 6 ખેલાડીઓના નામ જણાવીશું જેમનો જન્મ વિદેશમાં થયો હોય.
1) રૉબિન સિંહ

રૉબિન સિંહ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલ રાઉન્ડર ક્રિકેટર રહી ચુક્યા છે. રૉબિન સિંહનો જન્મ ત્રિનિદાદના પ્રિંસ ટાઉન શહેરમાં થયો હતો. તે ધારત તો વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ તરફથી રમી શક્યા હોત. પણ રૉબિન સિંહ ભારત આવીને અહિંયા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને ભારતની રાષ્ટ્રીય ટીમ તરફથી રમ્યો.
રૉબિન સિંહ બેટીંગ ઓલ રાઉન્ડર હતો. રૉબિન સિંહની ભલે ટેસ્ટ કારકિર્દી કઇ ખાસ રહી નથી. પણ તેની વન-ડે કારકિર્દી ઘણી સારી રહી છે. રૉબિન સિંહે પોતાની વન-ડે કારકિર્દીમાં 136 મેચ રમી છે. જેમાં તેણે 113 ઇનીંગમાં 2336 રન કર્યા છે. જેમાં 9 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે.
2) પ્રબીર સેન

પ્રબીર સેન નો જન્મ 31 મે 1926 ના રોજ બાંગ્લાદેશના કોમિલા શહેરમાં થયો હતો. પ્રબીર કુમાર સેન ભારતીય ટીમ માટે વર્ષ 1948 થી 1952 સુધી રમ્યા છે. તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 14 ટેસ્ટ મેચ રમી છે.
તેણે રમેલી 14 ટેસ્ટમાં 11.78ની એવરેજથી 165 રન કર્યા હતા. તેમનો બેસ્ટ સ્કોર 25 રન રહ્યો હતો. તે ટીમ ઇન્ડિયામાં વિકેટ કીપર બેટ્સમેન હતા. તેમણે વિકેટ પાછળ 20 કેચ અને 11 સ્ટંપિંગ કર્યા છે. તેમની ટેસ્ટ કારકિર્દીમાં માત્ર 1 છગ્ગો જ ફટકારી શક્યા હતા. 27 જાન્યુઆરી 1970 ના રોજ તેમનું નિધન થયું.
3) લાલ સિંહ

લાલ સિંહ નો જન્મ 16 ડિસેમ્બર 1909 ના રોજ મલેશિયાના કુવાલામ્પુરમાં થયો હતો. તેમણે ભારત માટે 1 ટેસ્ટ મેચ જ રમી છે. જેમાં તેમણે 44 રનનો સ્કોર કર્યો હતો. લાલ સિંહ આ મેચ ઇંગ્લેન્ડ સામે વર્ષ 1932 માં રમ્યા હતા. તમને જણાવી દઇએ કે આ મેચ ટીમ ઇન્ડિયા માટે ખાસ છે કારણ કે આ ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ઇતિહાસમાં પહેલો મેચ હતો. આ મેચમાં ટીમ ઇન્ડિયા 158 રને હારી ગઇ હતી.
તમને જણાવી દઇએ કે લાલ સિંહ એ તેમના સમાજનું ગૌરવ ગણાય છે. કારણ કે એ સમયમાં સિખ સમુદાયમાં કોઇ ક્રિકેટની રમતમાં બહુ ઓછા લોકો રૂચી ધરાવતા હતા. ત્યારે લાલ સિંહ એ ક્રિકેટ ટીમમાં રમવાનો નિર્ણય કર્યો હતો અને ત્યાર બાદ તે પહેલા સિખ ભારતીય ક્રિકેટર બન્યા હતા.
4) સલીમ દુર્રાની

સલીમ દુર્રાની નો જન્મ કાબુલના પઠાણ ખાનદાનમાં થયો હતો. પણ તેઓ મોટા ભારતના ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં થયા. સલીમ દુર્રાની પહેલા ભારતીય ક્રિકેટર છે જેમણે ફિલ્મોમાં પણ ઘણી ભુમિકાઓ કરી ભજવી છે. તેઓ બોલીવુડની ‘ચરિત્ર’ માં પરવીન બૉબી સાથેની ફિલ્મમાં હિરો તરીકે જોવા મળ્યા હતા.
આ ફિલ્મ સમયે ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે આ બંને વચ્ચે કઇક ચાલી રહ્યું છે. સલીમ દુર્રાનીએ 1960 થી 1973 સુધી ટીમ ઇન્ડિયા માટે રમ્યા. જેમાં તેમણે 29 ટેસ્ટમાં 25.04 ની એવરેજથી 1202 રન કર્યા અને સાથે 75 વિકેટ પણ લીધી. તો 170 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ પણ રમી. જેમાં તેમણે 484 વિકેટ પણ લીધી અને 33.37 ની એવરેજથી 8,545 રન કર્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 14 સદી ફટકારી છે.
5) અશોક ગંડોત્રા

અસોક ગંડોત્રા નો જન્મ 1948 માં બ્રાઝીલમાં થયો હતો. જોકે થોડા સમયમાં તેમનો પરીવાર ભારત આવી ગયો હતો. તેમણે બંગાળ અને દિલ્હી માટે કુલ 54 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી.
1969 માં તેણે ન્યુઝીલેન્ડ સામે ભારત તરફથી પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેણે ભારત માટે માત્ર 2 ટેસ્ટ મેચ જ રમી છે. તેમણે આ 2 ટેસ્ટ મેચમાં કુલ 54 રન જ કર્યા હતા.
6) અબ્દુલ હફીજ કારદાર

અબ્દુલ હફીજ કારદાર નો જન્મ 17 જાન્યુઆરી 1925 માં લાહૌર માં થયો હતો. તે જમોણી બેટ્સમેન અને સ્પિનર હતા. તેમણે પોતાની પહેલી મેચ ભારત તરફથી ઇંગ્લેન્ડ સામે રમી હતી. તેમણે ટીમ ઇન્ડિયા માટે કુલ 3 મેચ રમી ચુક્યા છે.
પણ જ્યારે પાકિસ્તાન ભારતથી અલગ થયું ત્યારે તે પાકિસ્તાન દેશનો હિસ્સો બની ગયા હતા. ત્યાર બાદ તે પાકિસ્તાન તરફથી કુલ 23 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. તેમને પાકિસ્તાન ટીમનું સુકાની પદ પણ મળ્યું હતું. અબ્દુલ હફીજ કારદારે ભારત માટે કુલ 26 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમણે કુલ 927 ન કર્યા હતા.