જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો હોસ્પિટલના પડદા નો રંગ પણ લીલા કલરનો અથવા તો દુધિયા કલરનો હોય છે. તેમના સિવાય હોસ્પિટલના કર્મચારીઓના કપડા અને માસ્ક પણ લીલા રંગના હોય છે. એવા સવાલ મનમાં થાય છે કે લીલા રંગના અથવા તો દુધિયા રંગ માં એવું શું ખાસ છે કે અન્ય કોઈ રંગ નથી.
ટુડે સર્જીકલ નર્સ ના 1998ના અંકમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે સર્જરી ના સમય ડોક્ટરો એ લીલા રંગના કપડાં પહેરવાનું એટલા માટે શરૂ કર્યું કેમ કે આંખોને આરામ આપે છે. હંમેશા એવું થાય છે કે જ્યારે પણ આપણે કોઈપણ એક રંગને લગાતાર જોવા લાગીએ છીએ તો ત્યારે આપણી આંખોને થાક મહેસૂસ થવા લાગે છે.
આપણી આંખોમાં સુરજ અથવા તો કોઈ પણ બીજી ચમકદાર વસ્તુ ને જોઈને આપણી આંખ થાક મહેસૂસ કરે છે પરંતુ તેમના પછી આપણે જો લીલા રંગને જોઈએ છીએ તો આપણી આંખોને આરામ મળે છે.
જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આપણી આંખોનું જૈવિક નિર્માણ થોડું એ પ્રકારે થયું છે કે મૂળ લાલ, લીલો અથવા તો દુધિયા રંગ જોવા માટે સક્ષમ છે. આ રંગોથી મિશ્રણથી બનેલા અન્ય કરોડો રંગો ને માણસ ની આંખો ઓળખી શકે છે. પરંતુ આ બધા જ રંગો ની તુલના માં આપણી આંખો લીલો અથવા દુધિયા રંગ સૌથી સારી રીતે જોઈ શકે છે.
આપણી આંખોને લીલો અથવા તો દુધિયા રંગ એટલો અડચણરૂપ નથી થતો તે જ કારણે લીલા અને દુધિયા રંગ ને આંખોના માટે સારો માનવામાં આવે છે. તે જ કારણ છે કે હોસ્પિટલ ના પડદા થી લઈને કર્મચારી ના કપડા સુધી લીલા અથવા તો દુધિયા રંગના હોય છે જેનાથી હોસ્પિટલમાં આવતા અને રહેતા દર્દીઓની આંખોને આરામ મળી શકે તેમને કોઈ મુશ્કેલી ન થાય.
ડોક્ટર ઓપરેશન ના સમયે લીલા રંગના કપડા એટલા માટે પહેરે છે કેમકે તે લગાતાર લોહી અને માનવ શરીરના અંદરના અંગોને જોઈને માનસિક તનાવ માં આવી શકે છે એવામાં લીલો રંગ જોઈને તેમનું મસ્તિષ્ક તે તણાવ મુક્ત થઈ જાય છે ક્યારેક ક્યારેક તે દુધિયા રંગના કપડા માં પણ હોય છે દુધિયા રંગ પણ આપણા મસ્તિષ્ક ઉપર લીલા રંગ જેવો જ પ્રભાવ નાખે છે