શુ તમે જાણો છો ? ડ્રાયફ્રૂટ્સ ખાવાની પણ હોય છે ચોક્કસ રીત…

દોડધામ વાળા જીવના કારણે લોકો દિવસ દરમિયાન પોષક તત્વોથી ભરપૂર ભોજન કરી શકતા નથી. તેના કારણે તેમને સુસ્તી, થાક, રોગ વિકાર, અસમય વૃદ્ધાવસ્થા સહન કરવી પડે છે.

આવી સ્થિતી હોય તેમણે પોતાની ડાયટમાં ડ્રાઈ ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ.  જો શિયાળાની ઋતુમાં ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ અને પોષ્ટિક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિ આખું વર્ષ નિરોગી રહી શકે છે.

આથી જ મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રૂટ ખાવાનું પસંદ કરતા હોય છે. ડ્રાયફ્રૂટ્સ ખાવાની પણ હોય છે ચોક્કસ રીત એ રીતે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી થાય છે અનેક ફાયદા.

બદામ

બદામના ગુણથી કોઈ અજાણ નથી. મોટાભાગના લોકોને બદામ ખાવી ખૂબ જ પસંદ હોય છે.  તે એક બેસ્ટે બ્રેન ટોનિક છે લોકો બદામને પલાળીને ખાવાની સલાહ આપતા હોય છે. અમે તમને બતાવી દઈએ કે બદામને ઓછામાં ઓછા ૧૨ કલાક સુધી પાણીની અંદર પલાળી રાખવી જોઈએ, અને ત્યારબાદ બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ ની ચાવી ચાવીને ખાવાથી તેનું પૂરતું પોષણ શરીરમાં મળી રહે છે. અને 7 બદામને કાચના વાસણમાં પલાળી અને સવારે તેની છાલ ઉતારી તેને પીસી લેવી અને 250 મીલી દૂધમાં ઉમેરી તેને ઉકાળી તેમાં  1 ચમચી મધ, 2 ચમચી ખાંડ ઉમેરી પી જવું. 40 દિવસ સુધી પીવાથી યાદશક્તિ તેજ થાય છે.

કિસમિસ

કિસમિસ એક સુપર ડ્રાય ફ્રૂટ્સ છે. તેની તાસીર ગરમ હોય છે. પરંતુ તે શરીરને અનેક રોગથી બચાવે છે. કિસમિસ ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે છે. તેમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. તે શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર કરે છે. ફેંફસાની સમસ્યા હોય તો પણ કિસમિસ લાભ કરે છે. કિસમિસથી લાભ લેવો હોય તો રાત્રે 15 કિસમિસને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે તેનું સેવન કરવું. કિસમિસ પલાળેલું પાણી પણ પી જવું. 1 મહિના સુધી આમ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જશે. કિસમિસને પલાળી અને સવારે દૂધમાં ઉકાળીને પીવાથી પણ લાભ થાય છે. તેનાથી રક્ત શુદ્ધ થાય છે.

કાજુ

મોટા ભાગના લોકોને રોસ્ટેડ કાજુ ખાવા પસંદ હોય છે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ત્રણથી ચાર કરતાં વધુ માત્રામાં કાજૂ ખાવાથી તમારા બ્લડ પ્રેશર મા વધારો થાય છે. કાજુ ની તાસીર ગરમ હોય છે, અને આથી જ તેને પણ પાણીમાં પલાળીને ખાવા જોઈએ આ માટે કાજુને અંદાજે છ કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ તેનું સેવન કરો.

અખરોટ

અત્યાર સુધી લોકો અખરોટને એમનેમ જ ખાતા હોય છે. અખરોટને હમેશા પાણીમાં પલાળીને ત્યાર બાદ જ ખાવા જોઈએ. અખરોટ ને પાણી માં ઓછા માં ઓછા 8 કલાક સુધી પલાળી રાખો, અને ત્યારબાદ તેનું સેવન કરો આમ કરવાથી તે તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. અખરોટ શરીર અને મગજ માટે પૌષ્ટિક ડ્રાય ફ્રૂટ છે. 15 દિવસ સુધી રોજ સવારે ખાલી પેટ 3 અખરોટ ખાવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો દૂર થાય છે. તેનું સેવન કરવાથી મગજની નબળાઈ દૂર થાય છે.

ખજૂર

ખજૂર પણ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂર ખાવાથી શરીરમાં રક્ત વધે છે અને હૃદય મજબૂત થાય છે. તેનાથી માથાની અને આંખની તકલીફ પણ દૂર થાય છે. રોજ 4થી 5 ખજૂર દૂધમાં પલાળી અને ઉકાળી પી જવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. તેનાથી રક્ત વધે છે અને સૌદર્ય પણ વધે છે.

ખસખસ

હદયના મરીજો માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે સામાન્ય રીતે આ બીજ જ્યારે સૂકાઈ જાય ત્યારબાદ લોકો તેનો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બીજનો ઉપયોગ કરતી વખતે તેને ૮ થી ૯ કલાક સુધી પાણીમાં પલાળી રાખવા જોઈએ, અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઇએ તો જ તેનો યોગ્ય ફાયદો મળી રહે છે.

Back To Top