આ કારણે રાત્રે ઘરમાં નથી રાખવામાં આવતા એંઠા વાસણ, જાણીને તમે ક્યારેય નહી રાખો…

આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું કે ગંદા અને એંઠા વાસણ અંગે જેનાથી તમને કેટલાક નુકસાન થઇ શકે છે. હિન્દુ શાસ્ત્રોમાં ડેલી રુટીનથી સંબંધિત ઘણી પરંપરાઓ બનાવવામાં આવી છે.

તમે જોયું હશે કે ઘણાં યંગસ્ટર્સની આદત હોય છે. જ્યાં ભોજન કર્યું ત્યાં જ વાસણ રાખી દેતા હોય છે. ભોજન કર્યા બાદ એંઠા વાસણ એજ જગ્યા પર રાખનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સફર થતા નથી અને દેવી લક્ષ્મી તેનાથી દૂર રહે છે.

યોગ્ય જગ્યા પર વાસણ રાખવાથી શનિ અને ચંદ્રના અશુભ પ્રભાવ પણ દૂર થાય છે. જેને ફોલો કરનારા હંમેશા સમૃદ્ધ અને આનંદમય જીવન જીવે છે. આજે આધુનિકતાનાની આંધીની દોડમાં સામેલ થયેલા લોકો કહી દેતા હોય છે કે આ પરંપરાઓ જુની હોય છે. પરંતુ એવું નથી કે તેની પાછળ કોઇને કોઇ વૈજ્ઞાનિક આધાર છે.

વિજ્ઞાન કહે છે કે જે ઘરમાં આખી રાત એંઠા વાસણ પડી રહે છે તે લોકોના ઘરે બીમારી ક્યારેય ખતમ થઇ શકતી નથી. કારણ કે એંઠા વાસણોમાં નાના-નાના બેક્ટેરિયા પેદા થાય છે અને આખી રાત પડ્યા રહેવાના કારણે તેની સંખ્યામાં વધારો થતો રહે છે. સવારે તેને સાફ કર્યા બાદ પણ બેક્ટેરિયા રહી જાય છે.

રસોઇ ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત કરીને રાખવું જોઇએ. રાતે સૂતા પહેલા એંઠા વાસણ અવશ્ય ધોઇ લેવા જોઇએ. આમ કરવાથી મંગળ ગ્રહ શુભ પ્રભાવ આપે છે અને દરેક દેવી-દેવતાઓ તે ઘરમાં વાસ કરે છે.

Back To Top