ઘરે લાવો ફેન્ગશુઈનો આ સમાન,થઇ જશે તમારી બધી સમસ્યાઓનું સમાધાન

વર્ષોથી ઘરનો માહોલ ઠીક કરવા માટે ફેંગસુઈ નો ઇસ્તેમાલ કરવામાં આવે છે. આ એક એવી વિદ્યા છે જેના માધ્યમથી તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત કરી શકો છો.લોકો તેને ઘર સજાવવામાં પણ ઇસ્તેમાલ કરે છે જેના કારણે તેમના ઘરમા સૌભાગ્યનું આગમન થાય છે.

નકારાત્મક શક્તિઓને રાખે છે દૂર :

અગર તમને પણ લાગે છે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ની કમી છે તો તમે પણ તમારા ઘરને ફેંગસુઈના સામાન થી સજાવી શકો છો. સૌપ્રથમ તમે તમારા ઘરના વાતાવરણને જોવો અને તે પ્રમાણે ફેંગસુઈ ની વસ્તુઓ ખરીદો. ઘરને સજાવવા માટે કોઈપણ એવા સામાન નો ઉપયોગ ના કરવો જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય.

પ્રાણીઓની મેટલની મૂર્તિઓ રાખો :

આ કરવાથી ઘર પર સંકટ આવવા લાગે છે, સાથે જ તન,મન અને ધનનું પતન થાય છે. ફેંગસુઈના અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશ માટે કંઈક ખાસ જાનવરોની મેટલની મૂર્તિઓ રાખવી જોઈએ. આ કરવાથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને મન મુટાવ દૂર થાય છે.

ઘરની શાંતિ માટે તમે ઘરમાં ફૂ ડોગનો જોડો પણ રાખી શકો છો. જોવામાં તે એકદમ સિંહ ની મૂર્તિ જેવો લાગે છે અને કોઈપણ પહેલી જ નજરમાં તેનાથી આકર્ષિત થઇ જાય છે. તે ઘરમાં સકારાત્મક અને અનુકૂળ વાતાવરણ લાવે છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર ઘરમાં કોઈપણ હિંસક પ્રાણીના ચિત્ર અથવા મૂર્તિ ના રાખવી જોઈએ, આવું કરવાથી નકારાત્મક શક્તિઓ મજબૂત થાય છે.

ઘરના રક્ષક નું કામ કરે છે ફૂ ડોગની જોડી :

ફૂ ડોગના જોડા ની મૂર્તિ તમે તમારા ઘરના બાહરી દરવાજા પર મૂકી શકો છો. તે ઘરના રક્ષક ના રૂપમાં મુખ્ય દરવાજાએ ઘરનું રક્ષણ કરે છે.ફૂ ડોગનો કદરૂપો ચહેરો દુષ્ટ બળોને ઘરમાં પ્રવેશ કરવાથી રોકે છે. ચીનમાં લોકો ફૂ ડોગને વોચ ડોગ તરીકે મુખ્ય દરવાજા પર રાખે છે. તેમના હિસાબે આ કરવાથી ઘરની સમૃદ્ધિમાં વધારો થાય છે. તેને ગાર્ડિયન લાયન તરીકે પણ ઓળખવામાં આવે છે.

Back To Top