ફર્સ્ટ ટાઈમ સેક્સ સૌ કોઈના માટે અત્યંત મહત્ત્વનું હોય છે. જોકે ફર્સ્ટ ટાઈમ સેક્સ કરતા પહેલાં દરેકનાં મનમાં રોમાંચની સાથે એક ડર પણ હોય છે કે તેમનાથી કોઈ ભૂલ તો ન થઈ જાયને? અથવા સેક્સ તેમના માટે પેઈનફૂલ તો ન રહેને? આ સિવાય પણ લોકોને પહેલી વખત સેક્સ કરતા પહેલાં જાતજાતના ડર થતા હોય છે.
આ આટે અમે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જેનું તમે ધ્યાન રાખશો તો તમારું પહેલું સેક્સ થઈ રહેશે એકદમ યાદગાર.
મહિલાઓને ખાસ એ કહેવાનું કે પહેલીવાર સેક્સ કરતી વખતે જો તમને યોનીમાં દુખાવો થાય તો એને રૂટિન ગણવું. એને કારણે ઝાઝી ચિંતા નહીં કરવી, નહીંતર સેક્સને લઈને તમારા મનમાં એક ડર પેસી જશે. બીજી-ત્રીજી વખત પછી સેક્સમાં દુઃખાવો એકદમ ઓછો થઈ જશે, પરંતુ હા અનેક વખત સેક્સ કર્યા પછીય તમને યોનીમાં દુખાવો રહેતો હોય તો તમારે ગાયનેકને બતાવવું.
તો જેઓ પહેલીવાર સેક્સ કરી રહ્યા છે તેમણે એ સીધા ઈન્ટરકોર્સ પર જવા કરતા ફોરપ્લે અને ફિંગરિંગનો સહારો લેવો. ફિંગરિંગથી યોનીનો ઉઘાડ થાય છે અને ચીકાસ પણ વધે છે, જે તમને ઈન્ટરકોર્સમાં ખપમાં આવશે.
તો સેક્સ દરમિયાન કોઈ મુવ્ઝ અથવા કોઈ ટ્રીક તમને ન ગમે તો તમારે તરત તમારા પાર્ટનરને એ વિશે કહી દેવું. એવું ન કરતા તમે એ મુવ્સને સહન કરશો તો સેક્સનો તમારા મનમાં ડર પેસી જશે અને તમારો રસ પણ ઊડી જશે. આ ઉપરાંત સૌથી અગત્યની બાબત એ છે કે ફર્સ્ટ ટાઈમ સેક્સ કરનારાઓ પોર્ન ફિલ્મના મુવ્સ કે એ રીતનું સેક્સ કરવાની ટ્રાય કરતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે પોર્ન ફિલ્મ્સમાં અત્યંત અપ્રાકૃતિક રીતે સેક્સ કરાતું હોય છે, જેથી ભૂલમાં પણ ટ્રિક્સ ટ્રાય ન કરવી.