Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

જો ઘરની મહિલાઓ સવારે ઊઠીને કરશે આ કામ, તો પરિવાર પર ક્યારેય નહીં આવે મુશ્કેલીઓ…

દરેક વ્યક્તિ મહેનત કરીને પોતાના ઘર પરિવાર માટે પૈસા કમાય છે, જેથી કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. પરંતુ અમુક ઘરમાં ખૂબ જ મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી.

એટલું જ નહીં પરંતુ પરિવારમાં કલેશ થતાં રહે છે અને હંમેશાં તળાવ ભરેલું વાતાવરણ રહે છે. તેની પાછળનું એક કારણ ખરાબ વાસ્તુશાસ્ત્ર હોઈ શકે છે. જેથી જો તમે પણ પોતાના ઘર પરિવારમાં આવી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હોય, તો ચાલો અમે તમને જણાવીએ કે આ સમસ્યામાંથી છુટકારો કેવી રીતે મેળવી શકશો.

આ ઉપાયોથી દૂર થશે વાસ્તુદોષ

ઘરની મહિલાઓએ દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઊઠીને ઘરના મુખ્ય દ્વાર ખોલવા જોઈએ અને ત્યાં એક લોટો પાણી નાખવું જોઈએ. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ધનની દેવી માં લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. એટલે કે ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે.

જો ઘરમાં વાસ્તુદોષ રહેશે તો ઘરના સદસ્યોની વચ્ચે લડાઈ ઝઘડા થતા રહે છે. જો તમે પણ આ પરેશાની માંથી પસાર થઈ રહ્યા હોય તો અમાસનાં દિવસે ઘરની યોગ્ય રીતે સાફ સફાઈ કરી લેવી. ત્યારબાદ પોતાના પૂજા ઘર વાળા સ્થાન પર પાંચ અગરબત્તી પ્રગટાવી. આવું કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ખતમ થઇ જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. તે સિવાય ઘરના સદસ્યોની વચ્ચે મીઠાશ જળવાઈ રહેશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે.

ખરાબ નજરથી બચવા માટે કરો આ ઉપાય

ઘરના નાના બાળકોને ખૂબ જલદી ખરાબ નજર લાગી જતી હોય છે. જો તમારા ઘરનાં બાળકોને પણ નજર લાગવાની સમસ્યા રહેતી હોય તો ગાયના કાચા દૂધને ડાબા હાથથી બાળકના માથા પર ૭ વખત ફેરવો અને ત્યારબાદ આ દૂધ કોઈ કૂતરાને પીવડાવી દો. આવું કરવાથી ખરાબ નજર માંથી મુક્તિ મળી જશે. પરંતુ ધ્યાન રાખવું કે આ ઉપાય ફક્ત સાંજના સમયે કરવો.

બીમારી અને કરજ માંથી છુટકારો મેળવવા

જો તમારા ઘરના સદસ્ય મોટાભાગે બીમાર રહેતા હોય તો મહિનામાં બે વખત ગુગળ અથવા લોબાન કરીને ઘરમાં ધુપ કરો. તેનાથી બીમારીમાંથી મુક્તિ મળે છે. જો તમે રોજ હેઠળ દબાયેલા છો અને તેમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગનો બલ્બ લગાવવો જોઈએ અને તેને હંમેશા ચાલુ રાખવો જોઈએ. આવું કરવાથી ખૂબ જ જલ્દી કર્જમાંથી મુક્તિ મળશે. સાથોસાથ પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આ ઉપાયથી નહીં થાય આર્થિક તંગી

ઘણા બધા લોકોના ઘરમાં મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી. તેનું એક કારણ ખોટી દિશામાં તિજોરી રાખવાનું પણ હોઈ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરીનું મુખ હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. તેના લીધે ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ રહે છે અને પૈસા એકઠા કરવામાં મદદ મળે છે.

સફળતા મેળવવા માટે કરો આ કામ

જો તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તેમ છતાં પણ તમને સફળતા નથી મળી રહી અને હંમેશા નિરાશા હાથ લાગે છે. તો આવી સ્થિતિમાં જરૂરી કામ પર જતા પહેલા તેની વિપરીત દિશામાં ૪ પગલાં અવશ્ય ચાલવા. ત્યારબાદ સીધા પોતાના કામ તરફ ચાલ્યા જવું, આવું કરવાથી તમારા કાર્યમાં ઉત્પન્ન થઈ રહેલી બાધા દૂર થશે અને જીવનમાં સફળતાના નવા રસ્તા ખુલી જશે.

Back To Top