કીડી ચાલી સાસરે નવમણ કાજળ લઈ ,
હાથી લિયા ગોદમે ઊંટ લિયા લટકાઈ –
પહેલે પહેલે મૈ જન્મ્યા ,
પીછે બડેરા ભાઈ –
ધામધૂમ સે પિતા જન્મ્યા ,
ફિર જન્મી માઈ –
પહેલે જબ દૂધ જમાયા ,
પીછે દોહિ ગાય –
વાછરુ ગાયનાં પેટમાં ,
એનાં ઘી હાટે વેચાઈ –
ઇંડા હતાં તબ બોલતા ,
અબ બચ્ચા બોલત નાઈ –
જ્ઞાની હોય તો ચેતજો ,
ઐસી ગોરખ કો ગમ આઈ –
ગુરુ ગોરખનાથે આ મમતા રૂપી કીડીની વાત કરી છે ,
જ્યાં સુધી જીવને દેહ ભાવ હશે ત્યાં સુધી તેને મમત્વ એટલે કે મારાં તારાંના ભાવ રહેશે ,
અને ત્યાં સુધી તેને મોહ માયા વિષયો વિકારનું વળગણ રહેવાનું , આપણી વૃતિ એટલી સૂક્ષ્મ હોય છે જેવી કે કીડી , આ કીડીની ઉપમા એટલા માટે આપી કે તે ગમે ત્યાં જઈ શકે એમ આપણી વૃતિ એક કીડી જેવી છે , તેથી ગોરખનાથે તેને કીડીની ઉપમા આપી છે ,
એટલે ગોરખનાથ આ મમતા રૂપી કીડીને કહે છે તુ તારા બ્રહ્મ સાસરે જા અને સાથે સાથે નવમણ કાજળ એટલે કે પાંચ વિષયો શબ્દ , સ્પર્શ , રૂપ , રસ , ગંધ , અને ચાર અંતઃસ્કરણ મન , બુદ્ધિ , ચિત્ત અને અહંકાર આ નવ પ્રકારની વાસના એટલે કે નવલિંગી વાસના તેને લઇને તારાં બ્રહ્મ સાસરે જા અને સાથે સાથે કામ અને ક્રોધ રૂપી હાથી મોહ અને મદ રૂપી ઊંટને અને મત્સર રૂપી ઘોડાને પણ સાથે લેતી જા , અને જો સુરતા આત્મભાવમા હોય તો આ બધુ મૂકીને બ્રહ્મ રૂપી (નામ -શબ્દ ) સાસરિયામા બ્રહ્મમય થઈ જવાનું છે.
આગળ ગોરખનાથ કહે છે ,
પહેલે મૈ જન્મ્યા પીછે બડા ભાઈ ,એટલે કે ગોરખનાથ
કહે છે પ્રથમ મને આત્મજ્ઞાન થયું (નિજસ્વરૂપ ભાન ) આત્મજ્ઞાન થવાથી વૈરાગ્ય જાગ્યો ,ત્યાર પછી વૈરાગ્ય રૂપી મોટાં ભાઈનો જન્મ થયો ,અને વૈરાગ્ય રૂપી મોટાં ભાઈના જન્મ થયા પછી ભક્તિ જાગી (ભક્તિ રૂપી માતાનો જન્મ થયો) હવે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવ્યાં ત્યાર પછી બ્રહ્મજ્ઞાન થયું એટલે કે બ્રહ્મરૂપી પિતાનો જન્મ થયો,
હવે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને બ્રહ્મનું જ્ઞાન થવાથી પરંબોધ થયો ત્યાર પછી બોધરૂપી દૂધ જમાવ્યું ,ત્યાર પછી ઇન્દ્રિયો રૂપી ગાયોનું દોહન કર્યું ,મન રૂપી વાછડો ઇન્દ્રિયો રૂપી ગાયનાં પેટમાં સ્થિર થતાં આત્મજ્ઞાન (પરંજ્ઞાન ) રૂપી ઘી બ્રહ્મપૂરીમા વેચાવા લાગ્યું ,આવું ગોરખ નાથ અવળવાણી દ્વારાં કહેવા માંગે છે ,
છેલ્લે ગોરખનાથ કહે છે અહંકાર અને વિષય વાસનાથી બંધાયેલો જીવ અજ્ઞાન દશામા હતો ત્યાં સુધી તે ઇંડા સમાન હતો ,અને અજ્ઞાન દશામા બહુ બોલ બોલ કર્યા કરતો ,પણ હવે બ્રહ્મજ્ઞાન થવાથી તે બાળક જેવો સાવ નિર્દોષ બની ગયો અને મૌન થઈ ગયો, માટે બચ્ચા બોલત નાહી ,
ત્યારે ગોરખનાથ કહે છે તમે આ મમતા રૂપી કીડીનું ધ્યાન રાખજો ,નહીંતો તે આ માયાનુ પીયરીયુ છોડીને તેનાં બ્રહ્મ સાસરે ક્યારેય નહી જાય અને જીવને સંસારમા ભટકાવી રાખશે ,તેને શબ્દ -નામ રૂપી પીયુ સાથે સંયોગ થશે નહી ,આ મમતા રૂપી કીડી જ્યાં સુધી માયાના પીયરીયા રહે છે ત્યાં સુધી કુંવારી છે ,જ્યારે બ્રહ્મ સાસરે તેનાં લગ્ન (શબ્દ – નામ )રૂપી પતિ સાથે થાય છે ત્યારે સુરતા સુહાગણ બને છે.
? ભૂલચૂક ક્ષમા કરજો ?
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.