દરેકના જીવનમાં એવી કેટલીક આદતો જરૂર હોય છે જે તેમને દુનિયાથી અલગ દેખાવામાં મદદ કરે છે. પછી ભલે સમાજની દ્રષ્ટિથી તેને જે રીતે જોવામાં આવે પરંતુ બધાને તેનો સ્વીકાર કરવો પડે છે. કારણે આ બધુ કુદરતના નિયમ પર આધારિત છે તેથી કોઈપણ તેનાથી દૂર નથી.
આવી સ્થિતિમાં આજે અમે તમને બોલીવુડના કેટલાક કલાકારો સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જેમના વિશે એવું કહેવામાં આવે છે કે તેમની કેટલીક આદતો છોકરીઓ જેવી છે.
કરણ વી ગ્રોવર:
કરણ વી ગ્રોવરના જણાવ્યા મુજબ તેમને કીડી-મકોડા જેવા જંતુઓથી ડર લાગે છે. આ સાથે વિશેષ વાત એ પણ છે કે તેઓ ક્યારેય પણ કોઈની સામે પોતાનો ડર છુપાવતા નથી. કારણ કે તેઓ માને છે કે તે માને છે દરેક વ્યક્તિને કોઈને કોઈ ચીજથી ડર લાગે છે. અને વ્યક્તિએ ક્યારેય પણ તેનાથી શરમાવું જોઇએ નહિં.
રુસલાન મુમતાઝ:
રુસ્લાના મુમતાઝ હંમેશાથી ઈમોશનલ સ્વભાવના છે અને આવી સ્થિતિમાં તે ઘણીવાર ખૂબ જ ઝડપથી રડવા લાગે છે. તેમના જીવનના તે સમયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે તેની નાની ની ડેડબોડી તેમની સામે પહેલી વાર આવી હતી ત્યારે તે એટલો રડ્યો કે તેને શબ્દોમાં કહેવું શક્ય નથી. તેમ છતાં તેઓ કહે છે કે આમાં કંઇ વિચિત્ર નથી, પરંતુ આપણા સમાજમાં એક ખોટી માન્યતા છે કે છોકરા રડતા નથી.
ગુરમીત ચૌધરી:
ક્યારેક કપડાં, તો ક્યારેક હેરસ્ટાઇલ તો ક્યારેક દાઢી…! મોટેભાગે ગુરમીત ચૌધરી તેના લુક પર એક્સપેરિમેંટ્સ કરતા રહે છે. જેનાથી આ વાત સ્પષ્ટ થાય છે તેને તૈયાર થવું અને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવું ખૂબ પસંદ છે. સાથે જ તેમનું માનવું છે કે એક પ્રકારનો બોરિંગ લુક વ્યક્તિએ હંમેશા ન રાખવો જોઈએ.
ગૌતમ ગુલાટી:
ગૌતમ ગુલાટી વિશે વાત કરવામાં આવે તો જ્યારે પણ તેઓ જોવા મળે છે ત્યારે તેમના હાથમાં ટ્રોલી અથવા શોપિંગ બેગ્સ જોવા મળે છે કારણ કે રિયલ લાઈફમાં તેમને શોપિંગનો ખૂબ શોખ છે. જોકે જ્યારે તે ભારતની બહાર ખરીદી કરતા જોવા મળે છે. જ્યારે તેમને આ વિશે પુછવામાં આવે છે ત્યારે તે જવાબ આપતા કહે છે કે ભારતમાં ઇન્ડસ્ટ્રીનો ભાગ હોવાને કારણે તેના ચાહકો ઘણીવાર તેને ક્યાંક ને ક્યાંક મળતા રહે છે, જેના કારણે તેમને ભારતની બહાર જઈને શોપિંગનો શોખ પૂરો કરવો પડે છે.
સુશાંત સિંહ:
જોકે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ તેમના ચાહકોની સંખ્યા ઓછી નથી. પરંતુ ઘણા લોકો અને ચાહકોને આ વાતની પણ ખબર નથી કે સુશાંતને રસોઇ બનાવવી ખૂબ પસંદ છે. જણાવી દઈએ કે ઇન્ટરવ્યુ દરમિયાન ખુદ સુશાંતે ખુલાસો કર્યો હતો કે તેને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે અને તેને રેસિપી સાથે નવા નવા એક્સપેરિમેંટ્સ કરવાનું ખૂબ પસંદ છે.