ધામધૂમથી ઉજવાયો હાથીના બચ્ચાનો પહેલો જન્મદિવસ, પાર્ટીમાં કેક ખાવા માટે ભાગ લીધો 15 હાથીઓએ…

લોકો આનંદમાં રહેવા માટે કોઈ ને કોઈ કારણ શોધી જ લેતા હોય છે એમાં પણ જો કેક સાથે જન્મદિવસ મનાવવાની વાત આવે તો આનંદ બેવડાઈ જાય, પણ શું ક્યારેય હાથીના બચ્ચાનો જન્મદિવસ મનાવાયા હોવાનું સાંભળ્યું છે? હાથીના બચ્ચા(શ્રીકુટ્ટી)નો પહેલો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો છે.

આ રવિવારે તિરુવનંતપુરમના કપ્પુકાડુ એલિફન્ટ રેસ્કયુ સેન્ટરમાં હાથીના એક બચ્ચાનો જન્મદિવસ મનાવાયો હતો. તેના જન્મદિવસની પાર્ટીમાં 15 અન્ય હાથી પણ સામેલ થયા. સોશિયલ મીડિયા પર પાર્ટીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હિન્દુસ્તાન ટાઈમના એક અહેવાલ અનુસાર, શ્રીકુટ્ટીને એક જંગલમાં ગંભીર ઈજાથી બચાવવામાં આવ્યો હતો, જ્યારે તે માત્ર 2 દિવસનો જ હતો. શ્રીકુટ્ટીના બચવાની શક્યતા ખૂબ ઓછી હતી, પરંતુ ચીફ ફોરેસ્ટ વેટરનરી અધિકારી ડૉ. ઇ.ઇશ્વરને શ્રીકુટ્ટીની વિશેષ કાળજી લીધી અને પ્રથમ 6 મહિના સુધી તેને બેબી ફૂડ, નારિયેળનું પાણી અને કેળાં જેવો પૌષ્ટિક ખોરાક જ આપવામાં આવ્યો હતો.

શ્રીકુટ્ટીએ રેસ્કયુ સેન્ટરના અન્ય પંદર હાથીઓ સાથે એનો જન્મદિવસ મનાવ્યો હતો. શ્રીકુટ્ટીના જન્મદિવસે હાજર રહેલા તમામ હાથીઓને સ્વાદિષ્ટ ભોજનની મિજબાની કરાવવામાં આવી હતી. શ્રીકુટ્ટીના પ્રથમ જન્મદિવસની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યાં તે ડોક્ટર ઇશ્વરનની સાથે નજર આવી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Back To Top