આપણી હથેળીમાં જીવન રેખા, હૃદય રેખા, મસ્તિષ્ક રેખા, વિવાહ રેખા જેવી અનેક રેખાઓ હોય છે. પરંતુ હસ્તરેખા જ્યોતિષમાં સૌથી મહત્વની ગણાય છે ભાગ્ય રેખા. કારણ કે તેના પરથી જ જાણી શકાય છે કે વ્યક્તિ કેટલી ભાગ્યશાળી છે અને કેવું જીવન તે વ્યતિત કરશે.
આમ તો હસ્તરેખા પરથી ભવિષ્ય ભાખવાનું કામ જ્યોતિષિ પાસે જ મોટા ભાગે લોકો કરાવતાં હોય છે. પરંતુ આજે અહીં દર્શાવેલી સરળ રીતની મદદથી તમે જાતે પણ જાણી શકશો કે તમે કેટલા ભાગ્યશાળી છો. તો ચાલો કરીએ શરૂઆત.
ભાગ્યરેખા ચંદ્ર પર્વત પરથી શરૂ થતી હોય છે અને તે શનિ પર્વત તરફ જતી હોય છે. જો આ રેખા મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી તુટ્યા વિના પહોંચતી હોય તો આવી વ્યક્તિ અત્યંત ભાગ્યશાળી હોય છે. આવા લોકો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.
જો ભાગ્ય રેખા જીવન રેખાથી શરૂ થતી હોય તો આવી વ્યક્તિ જાત મહેનતથી ધન કમાનાર હોય છે. જે લોકોના હાથમાં આ રેખા ચંદ્ર ક્ષેત્રમાંથી શરૂ થતી હોય તો તે અન્યને મદદ કરનાર અને દરેક કામમાં સફળતા મેળવનાર હોય છે.
જો કોઈની ભાગ્ય રેખા અન્ય રેખાની સાથે સાથે જતી હોય તો તેના લગ્ન અત્યંત ધનવાન પરિવારમાં થાય છે. જો ભાગ્ય રેખા કોઈ સ્થળે જીવન રેખાને કાપતી હોય તો તે વ્યક્તિને તેના જીવનમાં કોઈ કલંકિત ઘટના બને છે. જો ભાગ્ય રેખા તુટક તુટક હોય તો તે વ્યક્તિ ભાગ્યહીન હોય છે.