જો રોજ 10 મિનિટ માટે હોઠ પર લગાવશો આ પેસ્ટ, તો કદી નહિ ફાટે હોઠ…

શિયાળાની સીઝન શરૂ થવાની તૈયારી છે. આ સમય દરમિયાન ત્વચાની વધતી શુષ્કતા મોટી સમસ્યા બની જાય છે. ખાસ કરીને હોઠ વિશે વાત કરીએ તો પછી તે એટલા ડ્રાય થઈ જાય છે કે તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આ સમસ્યા સ્ત્રી, પુરુષ બંનેને સતાવે છે. તો ચાલો આ વર્ષે શિયાળામાં તમને ડ્રાય લિપ્સની સમસ્યા ન સતાવે તેના ઉપાયો જણાવી દઈએ.

હળદર અને દૂધ
એક બાઉલમાં એક ચપટી હળદરમાં થોડું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને હોઠ પર લગાવો. તેનાથી હોઠ સોફ્ટ થઈ જશે.

દેશી ઘી
સુતા પહેલા હોઠ પર દેશી ઘી લગાવવાથી હોઠને પોષણ મળે છે. જેના લીધે હોઠ નરમ અને ગુલાબી થાય છે, જેનાથી હોઠ ફાટી જવાની સમસ્યા દૂર થાય છે.

મધ અને ખાંડ
શિયાળામાં હોઠ પર સ્ક્રબ કરવું પણ જરૂરી છે. તેના માટે થોડી ખાંડમાં મધના થોડા ટીપા ઉમેરી તેનાથી હોઠ પર મસાજ કરો.  તેનાથી હોઠ સોફ્ટ અને મુલાયમ રહેશે.

બદામનું તેલ
વિટામિન-ઇથી સમૃદ્ધ બદામનું તેલ પણ હોઠ માટે બેસ્ટ સાબિત થાય છે.

Back To Top