કૂતરાઓને મનુષ્યનો શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે. તમારો મિત્ર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે પરંતુ કૂતરાઓ તેના માલિક સાથે ક્યારેય છેતરપિંડી નહીં કરે. વિશ્વમાં આવા ઘણા ઉદાહરણો છે કે કોઈ પણ માણસ કૂતરા કરતા સારો મિત્ર બની શકે નહીં. ભલે તે બોલી સકતા નથી પરંતુ તે બધુ સમજે છે॰બધા કુતરાઓ જાણે છે કે તેમને કોણ પ્રેમ કરે છે અને કોણ તેમને નફરત કરે છે.
આજની વાત માં અમે તમને એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમે ભાવુક થઈ જશો અને તમારી આંખોમાં આસુ આવી જશે. જ્યારે બેઘર માણસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે કોઈ તેને જોવા કોઈ આવ્યૂ ન હતું. હોસ્પિટલના લોકોને લાગ્યું કે આ માણસ પાસે પરિવાર નહીં હોય.પરંતુ તેઓ જાણતા ન હતા કે તેના પોતાના લોકો હોસ્પિટલની બહાર બેઠા છે અને તેની રાહ જોઈ રહ્યા છે.
રાહ જોનારા લોકો કોણ હતા?
તમને જણાવીએ કે તેની પાસે ચાર કુતરા છે પરંતુ તેના પરિવારના કોઈ સભ્યો નથી. પરંતુ ચાર કુતરાઓ બહાર બેઠા હતા અને તેમનો માલિક પાછો આવશે તેની રાહ જોય રહિયા હતા. આ વાત બ્રાઝિલની છે. સીઝર નામના વ્યક્તિને બ્રાઝિલની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સીઝર પાસે હરવા ફરવા માટે કોઈ મિલકત તેમની પાસે ન હતી. તે તેના જમવા માટે પણ બીજા લોકો પર આધાર રાખતો હતો.પરંતુ તેની જીંદગીમાં કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ તેમના પરિવાર કરતા તેને વધારે પ્રેમ કર્તા હતા. સીઝર પાસે કુટુંબ નહોતું પણ તેની પાસે 4 કુતરાઓ હતા જેમની સાથે તે રહેતો હતો અને તેને તેનો પરિવાર માનતો હતો.
તે કૂતરાઓની સારી સંભાળ રાખતો અને જ્યારે તેમના માટે જમવાનું ન મળતું ત્યારે ઘણીવાર પોતાનું જમવાનું આપી દેતો. અચાનક રાત્રે ત્રણ વાગ્યે તબિયત લથડતા સેસર ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે ઘરના લોકો તેને મળવા આવ્યા ન હતા, પરંતુ આ 4 કૂતરાઓ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા હતા. તે હોસ્પિટલની આજુબાજુ ફરતા હતા અને કેટલીકવાર તો મુખ્ય દરવાજા પર પણ આવી જતા હતા.
તે સમયે કોઈ ને સમજાણું નહીં કે આ કુતરાઓ અહી કેમ આવે છે. એક કૂતરો સીઝરને બેભાન હાલતમાં જોઈ ગયો અને તે તેની પાસે ગયો અને તેને પ્રેમ કરવા લાગ્યો. આ દૃશ્ય જોતાં, ત્યાં હાજર બધા લોકો દંગ થઈ ગયા અને દરેકની આંખોમાં આંસુ આવી ગયા.
આ વાર્તા 80 હજાર લોકો શેર કરી
જ્યારે હોસ્પિટલના કર્મચારીઓને કુતરાઓ વિશે જાણ થઈ ત્યારે તેઓએ કૂતરાઓને ખવડાવ્યા એટલું જ નહીં તેમની સંપૂર્ણ કાળજી પણ લીધી. હોસ્પિટલની એક નર્સ ક્રિસ મમપ્રિમએ તેના પેજ પર એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 80 હજાર વખત શેર કરવામાં આવી છે અને તેના પર 22 હજારથી વધુ કોમેન્ટ મળી છે.