હોટલ પ્રોરા – 10000 રૂમ વાળો દુનિયાની સૌથી મોટી હોટલ, જે ક્યારેય શરૂજ ના થઇ, જાણો તેની પાછળ નું કારણ

તમને જાણીએ હેરાની થશે કે દુનિયા ની સૌથી મોટી હોટલ, જેમાં 10000 રૂમ છે. તે છેલ્લા 70 વર્ષ થી વિરાન પડેલી છે. દોસ્તો આ હોટેલ એક ખુબસુરત આયલેન્ડ માં સમુદ્ર ના કિનારે સ્થિત છે. જોઈએ તો આ દુનિયાની સૌથી મોટી હોટલ છે પરંતુ આ છેલ્લા 70 વર્ષ થી વિરાન પડેલી છે.

આજ સુધી આ હોટલ માં કોઈ પણ માણસ નથી રોકાણુ અને તેમની કહાની પણ ઘણીં હેરાન કરે તેવી છે. અને આપણે આજે તે કહાની વિષે જાણવા જઈ રહ્યા છીએ.

આ હોટલ ને 1936 થી 1939 ની વચ્ચે નાજિયો એ બનાવી હતી, જેનાથી તે અહીં જિંદગી ની મજા માણવા સાથે તે પોતાની તાકાત પણ વધારી શકે. આ હોટલ ને બનાવવા પાછળ નું તેમનું કારણ અહીં જર્મીની કર્મચારી ને ખાલી સમય વિતાવવા નો મોકો દેવો અને તે કારણે તેમની વિચાર ધારા ને પ્રચાર કરવાનો હતો.

દુનિયાની આ સૌથી મોટી હોટલ જર્મીની ના બાલ્ટીક સાગર ના રૂંગેન આયલેન્ડ માં સ્થિત છે. આ સી-ફેસિંગ હોટેલ માં 10,000 બેડરૂમ છે. તેમની નિર્માણ લગભગ 70 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું પરંતુ સૌથી હેરાન કરવા વાળી વાત એ છે કે ત્યારથી લઈને અત્યાર સુધી આ હોટલ માં કોઈ પણ રોકાયું નથી. અને તેને બનાવવા માટે 9000 લેબરફોર્સ ને ત્રણ વર્ષ લાગ્યા હતા.


હોટલ પ્રોરા માં એક સમાન 8 બિલ્ડીંગ બનાવામાં આવી અને બધીજ બિલ્ડીંગ ની લંબાઈ 4.5 કિલોમીટર છે. આ બિલ્ડીંગ સમુદ્ર થી બમુશ્કીલ 150 મીટર દૂર છે. નાજિયો એ અહીં લાંબા સમય સુધી ની યોજના બનાવી હતી. તેમાં ચાર એક જેવાજ રિસોર્ટ હતા. બધામાં સિનેમા, ફેસ્ટિવલ હોલ, સ્વિમિંગ પુલ અને એક જેટ્ટી પણ હતી.

અહીં ક્રુઝ શિપ પણ ઉભું રહી શકે તેમ હતું. યુદ્ધ દરમિયાન હમ્બર્ગ ના ઘણા લોકો અહીં બ્લોક્સ માં રોકાઈ ગયા હતા. યુદ્ધ પછી પ્રોરા ના ઇસ્ટ જર્મન આર્મી એ મિલિટ્રી આઉટપોસ્ટ ની જેમ વપરાશ કર્યો. 1990 માં જર્મની એ એકીકરણ પછી થી આ ઇમારત ખાલી છે.

આ જર્મની ના તાનાશાહ એડોલ્ફ હિટલર નો ખબજ મહત્વકાંક્ષી પ્લાન હતો. તે એ ધુમાવદાર રિસોર્ટ બનાવવા માંગતા હતા. જે વિશ્વ માં સૌથી મોટો હોઈ. તેની એવી ઈચ્છા હતી કે બિલ્ડીંગ માં 20,000 થી બધું બેડ હોઈ. હોટલ માં બધાજ રૂમ માંથી એક એવી યોજના બનાવ માં આવી હતી કે બધાજ રૂમ માંથી સમુદ્ર નો નજારો જોઈ શકાય.

એવું માનો કે જો આ હોટલ પુરી થઇ ગઈ હોત તો આ દુનિયાની સૌથી ખૂબ સુરત હોટલ માંથી એક હોત. પરંતુ અફસોસ કે આવું થઇ ના શક્યું. પરંતુ હવે તે પહેલા થી પણ સારું બની શકે છે કેમ કે આ હોટલ ના એક બ્લોક ને વર્ષ 2012 માં 2.2 મિલિયન પાઉન્ડ (લગભગ 23 કરોડ રૂપિયા) માં જર્મન રિયલ એસ્ટેટ કંપની “IRIS GERD” એ ખરીદી લીધી હતી. અહીં 400 બેડ વાળો એક લગજરી હોટલ અને 400 એપાર્ટમેન્ટ બનાવામાં આવશે.

Back To Top