ગોરા થવાના નામે લોકો મોંઘીદાટ ક્રિમો પાછળ કેટલાય પૈસાનો ધુમાડો કરતાં હોય છે. એવું નથી કે આ વસ્તુઓથી ફાયદો નથી થતો ઘણીવાર આવી ક્રિમો તમને ગોરા કરવાને બદલે વધારે ખરાબ કરી દેતી હોય છે.
શું તમે ગોરા થવા માટે બજારના જુદા-જુદા મોંઘા પ્રોડક્સ્ટ્સ પ્રયોગ કરો છો.
જો તમારા જવાબ હા છે તો હવે તમને આવું કરવાની જરૂર નહી. કારણ કે અમે તમારા માટે એવા 5 સરળ ઘરેલૂ ઉપાય લાવ્યા છે જે તમારા ચેહરાનો ગ્લો વધારશે..
તડકો, પ્રદૂષણ વગેરેથી ચેહરા પર કરચલી, કાળા ડોટ્સ અને સ્કિનના રંગ ફીક્કો પડી જાય છે. બજારમાં મળતા પ્રોડક્સ્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ હાનિકારક ગણાય છે.
તેથી સારુ રહેશે કે તમે ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરો કારણ કે એનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતુ નથી
જો તમે પણ આવા ખર્ચા કરતાં હોવ તો એકવાર આ વાંચી લો. કારણ કે. શરૂઆતમાં સારું રિઝલ્ટ આપતી ક્રિમનો જાદુ ટેમ્પરરી હોય છે. શું તમે જાણો છો તમારા કિચનમાં હાથવગી જ એવી વસ્તુઓ છે જેનાથી તમે સ્કિનને ગોરી બનાવી શકો છો.
ચહેરાની રંગત અને રંગ નિખારવા માટે માત્ર બહારથી જ નહીં અંદરથી પણ પ્રયત્ન કરવા જરૂરી છે. વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ શરીરમાં સરખું હશે તો ચહેરા પર ગ્લો આવવા લાગશે. તેમાંય જો તમે નેચરલ વસ્તુઓથી બનેલા ફેસપૅક લગાવો તો નિખાર હજી વધારે આવે છે
સ્વાસ્થ્યથી સુધરશે સુંદરતા :
– નવશેકા પાણીમાં લીંબુનો રસ નિચોવીને એનાથી સ્નાન કરો. રોજે સવારે લીંબુ અને મધ પીવો.
– આમળાનો છુંદો રોજે ખાવાથી બે-ત્રણ મહિનામાં શરીરનો રંગ ઉઘડે છે.
– સવારે ખાલી પેટ ગાજરનો જ્યૂસ પીવાથી પણ રંગ ઉઘડે છે.
– પેટ હંમેશા સાફ રાખો. કોન્સ્ટિપેશન ના થવા દો કારણ કે એનાથી ખીલ થાય છે.
– રોજે ઓછામાં ઓછા પાંચ લીટર પાણી પીવો.
– ગ્રીન ટી કે ગ્રીન કૉફી પીવો.
– પ્રાણાયામથી પણ ચહેરો ગ્લો કરે છે.
આ ફેસપૅક કરશે એવો કમાલ, સુંદરતા રહેશે બરકરાર
માત્ર ફેસપૅક લગાવવાથી પૂરતું રિઝલ્ટ નહીં મળે, એ માટે તમારે પહેલા કેટલાંક કામ કરવા પડશે, જેમ કે સ્ક્રબિંગ અને ક્લીનિંગ. એટલે કે પહેલા ચહેરો ધોઈને સ્વચ્છ કરો. પછી કાચા દૂધથી ચહેરો સાફ કરો અને સ્ક્રબિંગ કર્યાં પછી ફેસપૅક લગાવો.
હળદર ફેસપૅક:
હળદર અને બેસનમાં તાજી મલાઈ અને ચાર ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો, એને ફેસ પર લગાવીને 10 મિનિટ પછી ધોઈ નાંખો.
હની આલ્મંડ પૅક:
રાતે 10 બદામને પાણીમાં પલાળી દો. સવારે એને છોલીને પેસ્ટ બનાવી લો. તેમાં થોડું મધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવો અને સુકાઈ જાય એટલે ઘસીને સાફ કરો.
ચંદન:
આમાં સ્કિનનો રંગ નિખારવાની સાથે સાથે તમામ પ્રકારના ડાઘ – ધબ્બા દૂર કરવાની તાકાત છે. એલર્જી અને ખીલ માટે આ અક્સીર ઇલાજ છે. આ માટે ચંદન પાવડરમાં 1 ચમચી લીંબુનો રસ અને ટામેટાનો મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને સુકાવા દો, પછી ઠંડા પાણીથી ઘોઈ નાંખો.
ચારોળીનો પૅક:
ગોરો રંગ મેળવવા માટે મજીઠ (મંજિષ્ઠા), હળદર અને ચારોળીનો પાવડર લઈને એમાં થોડું મધ અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટનને ચહેરા, ગરદન, હાથ પર લગાવો. અડધા કલાક પછી ધોઈ નાંખો. સાત દિવસમાં બે વાર આમ કરવાથી સ્કિનના રંગમાં ફેર જણાશે.
બેસનનું ઉબટન:
આ સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. 2 ચમચી બેસન, સરસિયાનું તેલ 1 ચમચી અને થોડું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આખા શરીરે ઉબટનની જેમ લગાવો. થોડીવાર પછી ઘસીને સાફ કરો. આનાથી સ્કિન માત્ર ગોરી જ નહી પણ મુલાયમ પણ થશે.
આજથી જ આમાંથી તમને ગમે તે ઉપાય અજમાવીને સ્કિનને સુંદર બનાવી દો કે જોનાર પ્રશંસા જ કર્યાં કરે!
1. બેકિંગ સોડા- બેકિંગ સોડા અને પાણી મિક્સ પેસ્ટ બનાવો. આ ચેહરા પર 15 મિનિટ સુધી લગાડી રાખો. આ પેસ્ટને ચેહરા પર લગાવતા પહેલા મોઢાને ફેશવાસથી ધોઈ લો.
2. દૂધ કેળા- પાકા કેળાને થોડા દૂધ સાથે પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ચેહરો ધોઈ લો
3. ગુલાબજળ – ગુલાબજળ તમારા ચેહરાને ટોન કરીને પોષણ પહોંચાડશે. ગુલાબજળને મિલ્ક સાથે લગાવો અને રાત્રે સૂતા પહેલા ચેહરા પર લગાવો. તેનાથી ત્વચા ગોરી થશે.
4. એલોવેરા જેલ – એલોવેરા જેલ તમારી ત્વચા ગોરી.. સાફ અને નરમ બનાવશે. તેને ચેહરા અને ગરદન પર 30 મિનિટ માટે લગાવો અને પછી ચેહરો ઘોઈ લો.
5. સૂરજમુખી બીજ – સૂરજમુખી બીજને આખી રાત પલાડો. પછી સવારે તેમા હળદર અને કેસરના થોડા રેસા નાખીને પેસ્ટ બનાવો. તેને ચેહરા પર 15 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને પછી ધોઈ નાખો. તેનાથી ચેહરો ગોરો થશે.