શિયાળામાં(Winter) લોકોને શરદી-ખાંસીની(Cold-Cough) સાથે-સાથે કબજિયાત(Constipation ), અસ્થમા (Asthma), એસિડીટી(Acidity) જેવી સમસ્યાઓ પણ વધુ રહેતી હોય છે.
આવી સ્થિતિમાં આ બે વસ્તુઓ શિયાળામાં તમારા માટે ઉપરોક્ત બિમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તેને તમારા ખોરાકમાં અનિવાર્યપણે સામેલ કરવી જોઈએ.
શિયાળામાં(Winter Season) માત્ર ગરમ કપડાથી ઠંડીથી બચી શકાય નહીં, પરંતુ શરીરના અંદરમાં પણ ગરમી(Hit) અને ઈમ્યુનિટી(Immunity) હોવી જરૂરી છે. શિયાળા દરમિયાન તમારે ખોરાકમાં(Diet) કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જેથી તમારી રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય. શિયાળામાં ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
શિયાળામાં(Winter) લોકોને શરદી-ખાંસીની(Cold-Cough) સાથે-સાથે કબજિયાત(Constipation ), અસ્થમા (Asthma), એસિડીટી(Acidity) જેવી સમસ્યાઓ પણ વધુ રહેતી હોય છે. આવી સ્થિતિમાં આ બે વસ્તુઓ શિયાળામાં તમારા માટે ઉપરોક્ત બિમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તેને તમારા ખોરાકમાં અનિવાર્યપણે સામેલ કરવી જોઈએ.
પેઠા ખાવાથી શિયાળામાં તમારા શરીરને ઘણો જ ફાયદો થાય છે. અસ્થમાની સમસ્યા ધાવતા લોકો માટે પેઠા એક દવા જેટલા જ અસરકારક છે. પેઠા ખાવાથી ફેફસાને રાહત મળશે અને અસ્થમાના દર્દીઓને ફાયદો થશે. પેઠામાં ખનિજ, વિટામિન, આયરન, કેલ્શિયમ, સલ્ફર, ફોસ્ફરસ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. પેઠાથી તમારા શરીરની પાચનશક્તિ વધે છે, કબજિયાત દૂર થાય છે, નબળાઈ દૂર થાય છે અને યાદશક્તિ વધુ તેજ બને છે.
2. ગોળ
શિયાળામાં શરદી-ખાંસી સર્વસામાન્ય સમસ્યા છે. ગોળ તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. ગોળની તાસીર ગરમ હોવાના કારણે તે શરદી-ખાંસીથી બચાવે છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફસ, આયરન, વિટામિન્સ અને કોપર જેવા પોષક તત્વો હોય છે.
તેના સેવનથી એનિમિયા જેવી બિમારીઓમાં રાહત મળે છે. જો કોઈને લોહીની ઉણપની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. આ સાથે જ અસ્થમા અનેડીબી જેવી શ્વાસોચ્છવાસ સંબંધિત બિમારીઓમાં પણ ગોળનું સેવન ફાયદાકારક રહે છે. ગોળ રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો કરે છે અને શારીરિક શક્તિ પણ વધારે છે.