ટેલિવિઝન ની દુનિયાથી અભિનય કારકિર્દીની શરૂઆત જરી હતી પ્રખ્યાત અભિનેત્રી સુરવીન ચાવલા એ. જ્યારે તેને ફિલ્મ જગતમાં અભિનય કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ઘણી વાતોનો સામનો કરવો પડ્યો હતો.
આ પ્રખ્યાત અભિનેત્રી ટેલિવિઝન દુનિયાનો લોકપ્રિય ચહેરો હોવા છતાં, ફિલ્મ જગતમાં ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તેને એક સમયે “ઓવર એક્સપોઝ” અભિનેત્રી તરીકે ઓળખાવામાં આવતી હતી. એ સાથે સાથે ૫૬ કિગ્રા જ વજન હોવાને કારણે પણ ખુબ ટિપ્પણી કરવામાં આવતી હતી.
આ પ્રખ્યાત અભિનેત્રીએ તેની કારકિર્દીના આટલા સમયમાં ઘણી જગ્યાએ કાસ્ટિંગ કાઉચનો ગંદો સામનો પણ કરવો પડયો હતો. તેણે તાજેતરમાં એક મનોરંજન પોર્ટલને જણાવ્યું હતું કે તેના ફિલ્મી જીવનમાં કેવા કેવા અનુભવો થયા હતા. ફિલ્મોમાં આવતી વખતે સુરવી ચાવલાને ઓછામાં ઓછા પાંચ વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો.
તેણે વાત કરતા વિશેષમાં જણાવ્યું હતું કે, એક ડાયરેક્ટર તે જોવા માગતો હતો કે મારી ક્લીવેજ કેવી દેખાય છે. બીજો ડાયરેક્ટર મારી સાથળ જોવા માંગતો હતો. જ્યારે એક એવો ડાયરેક્ટર પણ હતો કે તેણે મને ૫૬ કિલો ની હોવા છતા ‘વધારે વજન’ છે એવું કહ્યું હતું. મને એવું લાગે છે કે એને પોતાની આંખો ચેક કરવાની જરૂર છે.
આ પ્રખ્યાત અભિનેત્રીએ વાત શેર કરતા જણાવ્યું હતું કે ટેલિવિઝનમાં તેના લાંબા ગાળાના કારણે તેણીને “ઓવર-એક્સપોઝ” કહીને પણ લોકો ખુબ ચીડવતા હતા. થોડા સમય માટે મેં નિર્માતાઓ થી છુપાવવાનો પ્રયત્ન કર્યો અને તેમને કહેવાનો પણ પ્રયત્ન કર્યો કે મેં ફક્ત એક વર્ષ માટે જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. પરંતુ મને પાછળથી સમજાયું કે હું આ શા માટે કરી રહી છું? અને પછી સત્ય હકિકત જણાવી દીધી હતી.
આ પ્રખ્યાત અભિનેત્રીએ એક કિસ્સો વધારે શેર કરતા કહ્યું કે તેને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો અઘરો સામનો કરવો પડ્યો હતો. કિસ્સો શેર કરતાં વધુમાં જણાવ્યું કે એક વખત મને ડાયરેક્ટર કહ્યું હતું કે, મેડમ હું તમારા બોડીની એક એક ઇંચ ને જોવા અને જાણવા માંગુ છું. ત્યારે હું જે સાંભળી રહી હતી તે અંગે મારા કાન પર પણ હું વિશ્વાસ કરી શકતી ન હતી.