લદાખમાં 14 હજાર ફુટની ઊંચાઈ પર લેહ-મનાલી નેશનલ હાઇવે પર દેશનું પ્રથમ આઈસ કેફે બન્યું છે. અહીં મસાલા ચા, જીંજર ટી, બટર ટી અને મસાલા મેગી સર્વ કરવામાં આવે છે. આ કેફેને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને 4 સ્થાનિક યુવાનોએ સાથે મળીને બનાવ્યું છે. કેફે લદાખના મીરૂ ગામની નજીક આવેલું છે.
આ યુનિક કેફેમાં પ્રવાસીઓ બપોર સુધી આવી શકે છે. આ કફે બનાવનાર મેમ્બરે જણાવ્યું કે, ઘણા લોકો અહીં આઈસ સ્તૂપ જોવા આવતા હતા, તે સમયે અમને લાગ્યું કે, અહીં કોઈ સારા રેસ્ટોરાંની જરૂર છે. આથી અમે સ્તૂપની અંદર નાનકડું કેફે બનાવ્યું.
આ કેફે પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. બપોર પછી જે પણ બરફ પીગળે છે તે અમે ટેન્કમાં કલેક્ટ કરી લઈએ છીએ. આ પાણીનો ઉપયોગ અમે લદાખ કે જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારમાં ખેતીમાં સિંચાઈ માટે કરીએ છીએ.
આ રીતે કેફે બનાવવાનો આઈડિયા મિકેનિકલ એન્જીનયર સોનમ વાંગચુકના પ્રોજેક્ટમાંથી લીધો છે. બરફનો સ્તૂપ બનાવીને આ કેફે બનાવ્યું છે. પહાડની ઊંચાઈ પરથી આવતું પાણી પાઇપ લાઈનની મદદથી સ્પેની જેમ પડે છે. ઠંડીઓમાં પાણીણાઆ ટીપા બરફનું રૂપ ધારણ કરી લે છે. આ પાણીના ટીપા જામતા કોન આકારની બરફનો સ્તૂપ તૈયાર થાય છે, જે સહેલાણીઓ માટે કેફેમાં પરિણમે છે.
કોન આકારના સ્ટ્રક્ચર પર પાણી પડવાથી બરફનો સ્તૂપ બની જાય છે, આ કેફેમાં માણસો નોર્મલ રેસ્ટોરાંમાં જાય છે તેમ અંદર બેસી શકે છે. આ કેફેને મેકર્સ ટીમે ઈકો-ફ્રેન્ડલી બનાવ્યું છે. પ્રવાસીઓ અહીં મે 2020 સુધી આવી શકે છે, તે પછીના સમયે અહીં બરફ પીગળવાનો શરુ થઈ જાય છે.