આજકાલ મોટાભાગના લોકો પોતાના વધતા વજનને કારણે ઘણા પરેશાન રહે છે. ત્યારે તાજેતરમાં રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનમાં મોટાભાગના લોકોએ પોતાનું વજન વધારી દીધું છે. જેમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ આગળ છે.
વજન વધવાનમાં સૌથી વધારે ફેટ આપણા ટમીમાં જમા થાય છે. જે શરીરને પણ બેડોળ બનાવે છે. બહાર દેખાતા પેટની અસર આપણી પર્સાનાલિટી પર પણ પડે છે. જેથી વજન ઓછું કરવા માટે પણ લોકો ઘણી મહેનત કરતા હોય છે પરંતુ કોઇ ખાસ અસર જોવા મળતી નથી.
તો જાણો એક હોમમેડ ડ્રિન્ક વિશે જેને સેવનથી તમે 10 દિવસમાં પોતાની કમર પહેલા જેવી બનાવી શકો છો. જાણો આ ડ્રિન્ક બનાવવાની પદ્ધતિ.
સામગ્રી :-
ફુદીનો – 1 થી 12 ફ્રેશ પાંદડા
કાકડી – 1 નંગ કાપેલી
આદુ – 1 ટુકડો
લીંબૂ – 1
પાણી – 8 કપ
પદ્ધતિ :
– સૌથી પહેલા એક બાઉલમાં બધી વસ્તુઓ નાંખીને મિક્સ કરી લો.
– તૈયાર મિશ્રણને આખી રાત રહેવા દો.
– સવારે મિશ્રણવાળુ પાણી ગાળી લો.
તમારું વેટ લૉસ ડ્રિન્ક તૈયાર છે. આ ડ્રિન્કને દિવસભર 2-2 ઘૂંટ કરીને પીઓ. આ હેલ્ધી ડ્રિન્કનું 10 દિવસ સુધી સેવન કરો. તેનાથી તમારા શરીરમાં જમા એકસ્ટ્રા ચરબી ઓછી થઇ જશે. આ સાથે જ આ ડ્રિન્ક શરીરને ડિટૉક્સ કરીને હાઇડ્રેટ કરવા માટે ફાયદાકારક હોય છે.