માં મોગલે અમદાવાદની આ દીકરીના સપનામાં આવીને એક ચિત્ર બનાવવાનું કહ્યું અને પછી…

માં મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે. માં મોગલ પર લોકો ને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે.માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલના પરચા લાખો લોકો પર થયા છે અને કળિયુગમાં પણ માં મોગલનો સાક્ષાતકાર લોકોને થાય છે.

જે લોકો પણ માં મોગલના દરબારમાં પગ મૂકે છે.તેમની બધી જ તકલીફ દૂર કરી દે છે. બધા દેવી દેવતાઓમાં માં મોગલ એક છે. જે કહ્યા વગર પોતાના ભક્તના દુઃખ દૂર કરી દે છે. માં મોગલ અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના આંગણે બિરાજમાન છે.

આ પરિવાર ની દીકરી વિદેશમાં MBBS નો અભ્યાસ કરતી હતી. ત્યારે દીકરીના સપનામાં માં મોગલ આવ્યા હતા. પણ દીકરી કઈ સમજી નહતી શકી.

માતાજીએ તે દીકરીને સપનામાં આવીને એક ચિત્ર બનાવવાનું કહ્યું. પછી બીજે દિવસે દીકરીએ એક ચિત્ર બનાવ્યું અને તે ચિત્ર બીજું કોઈ નહિ પણ માં મોગલનું હતું.

દીકરીને પરચો આપ્યા પછી દીકરીએ ઘરે માં મોગલની સ્થાપના કરી. અને આજે અહીં હજારો લોકો માં મોગલના દર્શન કરવા માટે આવે છે. માં મોગલ તેમની બધાની મનોકામના પુરી કરે છે. આજે પણ અહીં એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. આ પરિવારના આંગણે માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. અહીં માં મોગલ પ્રેમાળ સ્વરૂપમાં બિરાજમાન છે.

આવોજ એક પરચો જેમાં ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી આવા દંપતીઓના ઘરે માં મોગલે દીકરા આપે છે. ભગુડામાં જાઓ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટા લાગેલા છે. આને માં મોગલ કહેવાય. માં મોગલ કહે છે મારે તમારા ચઢવા પણ નથી જોઈતા કે નથી. જોઈતા તારા શ્રી ફળ કે ચૂંદડી.

ખાલી મારી આગળ ઘીનો દીવો કર અને સાચા દિલથી મને યાદ કર પછી તારા આગળ ડુંગરા હોય. પછી દરિયા હોય અને જો તારું એક આંસુડું પડે અને હું પળમાં ના પહોંચું તો મારુ નામ મોગલ નહિ. આજ દિન સુધી માં મોગલના દરબારમાં આવેલા દિન દુખીયા પાછા નથી ગયા. માં મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે.

Back To Top