Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

ફિલ્મ માં ઓ હોહોહો કરનાર અને ક્યાં ગામ ના ગૌરી ડાયલોગ બોલનાર રમેશ મહેતા છે ગુજરાત ના આ ગામ ના, જાણો તેમના સંઘર્ષ ભર્યા જીવન ની કહાની વિષે…

5-3502

ગુજરાતી ફિલ્મોના કોમેડી સુપરસ્ટાર અભિનેતા રમેશ મહેતાનો જન્મ 22મી જૂન 1932ના રોજ રાજકોટ જિલ્લાના ગોદાનલ તાલુકાના નવાગામમાં પિતા ગિરધર લાલ અને માતા મુક્તા બેન રમેશને ત્યાં થયો હતો. મહેતાનો જન્મ થયો હતો.

નાનપણથી જ તેમને નાટકો લખવાનો અને અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો. તે શાળામાં નાટક સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો હતો. રમેશ મહેતાના પિતા ગિરધરલાલે રમેશ મહેતાને નાની ઉંમરમાં જ સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં ફરવા કરાવ્યા જેના કારણે રમેશ મહેતા તમામ પ્રકારની બોલીઓ શીખ્યા અને.

રમેશ મહેતાનો પરિચય લોકોના નિવાસસ્થાને થયો હતો જ્યારે તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે તેમણે એક નાટક મંડળમાં કામ કર્યું હતું.

14 વર્ષની ઉંમરે રમેશ મહેતાએ ઘણા પુસ્તકોનો અભ્યાસ કર્યો જેમ કે રામાયણ ભાગવત ગીતા રમેશ મહેતા એક સારા લેખક હતા તેમના નાટકો શાળાઓમાં ભજવવામાં આવ્યા હતા અને તેમણે ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો હતો તેમના પિતા રમેશ મહેતા મોડી રાત્રે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

સુધી નાટકો જોવા માટે જતા હતા જેના કારણે તેઓ જૂની એસએસસી માં નપાસ થયા અને તેમના પિતાએ તેમને દૂધના વ્યવસાયમાં જોડી દીધા પરંતુ રમેશ મહેતા તે વ્યવસાય માં ના ટકતા પી ડબલ્યુ ડી માં નોકરીએ લાગ્યા અને વંથલી સાઈડ પર કામે લાગ્યા પરંતુ તેને નોકરી પણ છોડીને તેઓ છાપા ના પ્રુફ રીડર તરીકે.

નોકરીએ લાગ્યા પોતાની 17 વર્ષની ઉંમરે 1949 માં વિજ્યા ગૌરી સાથે તેમના લગ્ન થયા ઈશ્વરની કૃપાથી તેમના ઘેર બે દીકરી અને બે દીકરા નો જન્મ થયો તેમની આર્થિક સ્થિતિ પણ ખૂબ સુધરવા લાગી સાલ 1955 માં ઈરાની કંપનીની નાટક કંપની માં તેઓ જોડાઈ ગયા અને ભારત ભુષણ થીયેટરમાં મહીના નોકરી કરી તેઓ.

મુંબઈ આઈએન ટી માં જોડાયા અને ત્યાં તેઓ મેકઅપ સ્ટેજ કાફ્ટ અભિનય શીખ્યા આ પરીસ્થીતી માં તેમને બે નાટકો લખ્યાં સુડી વચ્ચે સોપારી અને હું એનો વર છું આ બંને નાટકો ખૂબ જ સફળ રહ્યા સાલ 1969 માં તેમને હસ્તમેળાપ નામની ફિલ્મ લખી અને ત્યારબાદ 50 થી વધારે ફિલ્મો તેમને લખી અને ઘણા ગીતો પણ લખ્યા.

70 ના દાયકામાં તેમને જેસલ તોરલ ના સંવાદો લખ્યા અને જેસલના ભાઈબંધ નુ પાત્ર ભજવીને લોકોને ખુબ હસાવ્યા ત્યાર બાદ રમેશ મહેતાએ ઘણી બધી ફિલ્મોમાં કોમેડિયન તરીકે દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અભિનેતા કોઈ પણ હોય પરંતુ રમેશ મહેતા ની કોઈપણ ફિલ્મોમાં એન્ટ્રી જોવા હંમેશા લોકો.

ઉત્સાહિત રહેતા હતા તેમની લોકપ્રિયતા એટલી હદે છવાઈ કે તેઓ દિવસ રાત શૂટિંગ કરતા હતા તેમની પાસે ફિલ્મોની લાંબી લાઈન હતી તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના સુપરસ્ટાર સાથે કામ કર્યું અને તેમનો ફોટો પોસ્ટર પર લોકો જોશે તોજ ફિલ્મ જોવા જતા હતા અને રમેશ મહેતાની ફિલ્મોમાં એન્ટ્રી થતાં જ થિયેટરોમાં સીટીઓ વાગવા લાગતી હતી.

રમેશ મહેતાએ 200 થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો રમેશ મહેતા ની ફિલ્મ કેરિયર દરમિયાન ઘણા બધા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા તેઓ હંમેશાં લોકોની મદદ કરવા માટે આતુર રહેતા હતા સ્વભાવે ખૂબ જ હસમુખા અને વિસ્તારમાં ખૂબ જ નામના ધરાવતા રમેશ મહેતા સામાજિક કાર્યોમાં પણ ખૂબ જ આગળ રહેતા હતા.

રમેશ મહેતાને ગુજરાત ગૌરવ ખિતાબ સંગીત નાટક એકાદમી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાતી ફિલ્મમાં દમદાર અભિને થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી 78 વર્ષની ઉંમરે 11 મે 2012 ના રોજ લાંબી બાદ તેઓનું નિધન થતા ગુજરાત આખાયમા દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી રમેશ મહેતા આજે પણ પોતાના અભિનય થી આપણી વચ્ચે જીવે છે.

Back To Top