આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. આજના સમયમાં લોકો લગ્નને ખાસ બનાવવા માટે પ્રી-વેડિંગનો ટ્રેન્ડ કરી રહ્યા છે. એક તરફ લોકો ફોટો શૂટ માટે લાખો રૂપિયા ચૂકવે છે.
સાવલિયા પરિવારના યુવકે પોતાના લગ્નમાં અનોખું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આવો આખરે તમને જણાવીએ કે આને શું ખાસ બનાવે છે.
આ અનોખું ફોટોશૂટ અમરેલીના સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નયનભાઈ સાવલિયાએ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કરાવ્યું છે.
ખાસ વાત એ કે, આ ફોટોશૂટનો ઉપયોગ લગ્નની કંકોત્રીમાં પણ કર્યો છે અને તેમને કંકોત્રી પણ ખાસ બનાવી જેમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આપી છે. જે 27 પેજની છે. આ કંકોત્રી કરતા બન્ને કપલના ફોટોશૂટ ખુબ જ આર્કષક છે.
આજના સમયમાં કપલો સ્ટુડિયોવાળા પાસે મોર્ડન ફોટોશૂટ કરાવે છે એ પણ વેસ્ટ્ન કપડાંઓમાં. જ્યારે આ યુગલે ગામઠી શૈલી એટલે કે પારંપારિક પહેરવેશ પહેરીને દેશી રીતે વાડીમાં જ ફોટોશૂટ કરાવેલ છે.
આજના સમયમાં તો પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો ખર્ચો લાખોમાં જતો રહે છે. પરંતું આ યુગલે એવો આઈડિયા અપનાવ્યો કે માત્ર ફોટોઝ પડાવવાનો જ ખર્ચો આવ્યો હશે.
તમે ફોટો જોઈ શકો છો કે, ફોટોશૂટ કરવા માટે જૂના લીંપણવાળા ઘર, ખેતર વચ્ચે કરાવ્યું છે.
આજના સમયમાં લોકો આપણી ભાતીગળ સંસ્કૃતિ તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે. આ બંને યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવીને લોકોને એકે ઉત્તમ સંદેશ આપ્યો છે.
આ યુગલના લગ્ન ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખરેખર આવા વિચારો દ્વારા આપણે આધુનિક યુગ સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાને પણ સાચવી શકીએ છે.
આ ફોટોશૂટ દરેક યુગલો માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે, તમે તમારા શોખ પુરા કરી શકો છો અને એ પણ તમારા બજેટમાં, બસ માત્ર વિચાર જરૂરી છે.