આપણે બધાએ કોઇના મોઢે તો સાંભળ્યું જ હશે અથવા કોઈને કોઈ જગ્યા પર વાંચ્યું હશે કે દુનિયામાં એક પણ માણસ બધી રીતે એટલે કે સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી હોતો. અને જો આપણે પ્રેક્ટીકલી વિચારવા જઈએ તો આ વાક્ય સાચું પણ છે, પરંતુ ઘણી વખત આપણામાં શું ખામી છે તે નજર નથી આવતી કારણ કે બીજા આપણામાં કંઈ ખામી જુએ છે તે આપણને તો કઈ રીતે ખબર પડે એટલે જ આપણને ખબર નથી પડી શકતી. અમુક શાસ્ત્રો પ્રમાણે વાત કરીએ તો ઘણી એવી સામાન્ય ખામીઓ હોય છે જે દરેક રાશિમાં સામાન્યપણે જોવા મળે છે, કઈ રાશિમાં હોય છે કંઈ ખામી ચાલો જાણીએ.
મેષ રાશિના લોકો ક્યારેય સાચું કહેવામાં જરા પણ ખચકાતા નથી, આવા લોકોની વાત કરીએ તો આવા લોકો થી અન્યાય જરા પણ સહન થતો નથી. અને આવા લોકો પોતાના વિશે બીજા કરતાં વધુ વિચારતાં હોય છે.
વૃષભ રાશિના લોકોની વાત કરીએ તો આ લોકો જિદ્દી અને ગરમ મિજાજ ધરાવનાર લોકો હોય છે, તેઓને હંમેશા આત્મસન્માન જ મહત્વપૂર્ણ લાગે છે અને તેઓ ઘણી વખત સખત મિજાજના હોવાથી દરેક લોકો સાથે સખતાઈથી વર્તન કરી નાખતા હોય છે.
મિથુન રાશિના લોકોની વાત કરીએ તો આવા લોકોને સમયની કિંમત હોતી નથી, આવા લોકો પોતાની મન મરજીથી જીવવા વાળા લોકો હોય છે નોકરી હોય કે પછી જીંદગી હોય તેઓ હંમેશા પોતાના મનનું ધાર્યું કરવા માટે ઈચ્છતા હોય છે.
કર્ક રાશિના લોકોની વાત કરીએ તો આવા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે, આ લોકોની અંદર કોઈ એક અજાણ્યો ડર રહેતો હોય છે અને ઘણી વખત આવા લોકો કારણ વગર પણ કોઈપણ જોડે ઝઘડો કરી લે છે.
સિંહ રાશિના લોકો પૈસા વાપરવા ખુબ જ ઉસ્તાદ હોય છે. કહેવતની જેમ એવું પણ કહી શકાય કે આવા લોકો પાણીની જેમ પૈસા વાપરે છે. આવા લોકોના ખર્ચા અસ્મિત હોય છે તેઓ ભવિષ્ય માટે પૈસા છે કે તેનો વિચાર કરતા નથી.
કન્યા રાશિના લોકોને તેનામાં ખૂબીઓ જ દેખાય છે પરંતુ આવા લોકોની કોઈ આલોચના કરે તો તેઓને જરાપણ સાંભળવું ગમતું હોતું નથી. આવા લોકો ચૂપ રહેવાનું વધુ પસંદ કરતા હોય છે અને પોતાના દિલની વાત લગભગ કોઈ સાથે શેર કરતા નથી.
તુલા રાશિના લોકો થોડા આળસુ પ્રકૃતિના હોય છે. તેઓ કોઇપણ કામને સંપૂર્ણ રીતે પૂરું કરવાની યોજના તો બનાવી લે છે પરંતુ કોઈ કારણોસર આ કામ પૂરું થઈ શકતું નથી. અને તેઓ ઘણી વખત જલ્દી નિર્ણય લેવામાં પણ અસમર્થ હોય છે.
વૃશ્ચિક રાશિના લોકો કોઈની ભૂલ ને જલ્દી ભૂલી નથી જઈ શકતા, આવા લોકો કોઈને જલ્દી માફી પણ આપતા નથી. અને આવા લોકોને હંમેશાં સાચું બોલવાનું જ પસંદ હોય છે.
ધન રાશિના લોકો પોતાનું નસીબ અજમાવી લેવાના પ્રયાસમાં રચ્યા પચ્યા રહે છે. આવા લોકો ની કમજોરી એ પણ હોય છે કે તેઓ ઘણી વખત નસીબ અજમાવવા માટે ખોટું કામ કરવા પણ પ્રેરિત થઈ જતા હોય છે.
મકર રાશિના લોકો પોતાના વખાણ થતા હોય તે સાંભળવા ના રીતસરના શોખીન હોય છે. તેઓને પોતાના વખાણ તો સાંભળવા ખૂબ જ જો કોઈ લોકો તેની આલોચના કરે તો તે તેને પસંદ આવતું નથી.
કુંભ રાશિ ના લોકો હંમેશા નવું ઈચ્છતા હોય છે, આવા લોકો ખૂબ જ જલ્દી કંટાળી જતા હોય છે.
મીન રાશિના લોકો મુસીબતનો સામનો કરવાની જગ્યા પર મુસીબતથી દૂર રહેવાનું વધારે પસંદ કરે છે. કોઈ પણ વાત ખોટી હોય તેમ છતાં તેઓને એ પસંદ આવે તો એ એ વાતનું સત્ય જાણવાની કોશિશ પણ તેઓ કરતા નથી.