આજકાલ મહિલાઓ સુંદરતા માટે અનેક બ્યુટિ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જેની આડઅસર પણ થાય છે. આજના સમયમાં હોઠ કાળા પડી જવા એ એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે.
જે જરૂરિયાત કરતા વધારે ચા અને કોફીનું સેવન કરવાથી થાય છે. તેનાથી તમારા હોઠ અતિશય કાળા પડી જાય છે. તે સિવાય વધારે સમય તડકામાં રહેવાથી પણ હોઠ કાળા પડી જાય છે. શરીરમાં લોહીની ઉણપ પણ હોઠ કાળા પડવાના સંકેત છે. તો આવો જોઇએ કાળા હોઠને કેવી રીતે ગુલાબી કરી શકાય.
લીંબુની છાલ
એક શોધમાં આ વાત સામે આવી છે કે સાઇટ્રિક એસિડથી ભરપૂર છાલની મદદથી મેલાનિનની અસરને અસરને ઓછી કરી શકાય છે. કારણકે ત્વચાની કાળાશ માટે મેલાનિન જવાબદાર હોય છે. રોજ રાતે સૂતા પહેલા લીંબુને કટ કરી તેનો રસ નીકાળી અલગ કરી લો,. તે બાદ તેની છાલથી હોઠ પર હળવા હાથે મસાજ કરો. સવારે તેને પાણીથી ધોઇ લો આ ઉપાય સતત કરવાથી કાળા હોઠ ગુલાબી થઇ જશે.
મલાઇ અને બીટ
એક ચચમી મલાઇમાં એક ચમચી બીટનો રસ મિક્સ કરી લો અને તેનાથી હોઠ પર મસાજ કરો. દસ મિનિટ રાખી મુકો તે બાદ તેને ધોઇ લો. થોડાક દિવસમાં તમને તેનું પરિણામ જોવા મળશે.
એલોવેરા જેલ
રાતે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો અને સૂકાઇ ગયા બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો. આ ઉપાય કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.
હળદર
હળદરથી માત્ર ચહેરાની જ નહીં પરંતુ હોઠની પણ સુંદરતા વધારી શકાય છે.
હોઠની કાળાશ દૂર કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી હળદર, દૂધ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તેને 10 મિનિટ રાખીને સાદા પાણીથી ધોઇ લો અને બાદમાં મોઇશ્ચરાઇઝર લગાવી લો.