જાણો, કાંડા પર શા માટે બાંધવામા આવે છે નાડાછડી, તેનાથી થાય છે અઢળક ફાયદાઓ…

કોઈપણ પૂજા હોય કે પછી કોઈ ધાર્મિક કાર્ય હોય પણ ભૂદેવ દ્વારા આપણા કાંડા પર એક લાલ-પીળો દોરો વીટવામાં આવે છે. જેને આપળે નાડાછડી તરીકે ઓળખીએ છીએ. આ લાલ દોરો કેવળ ધાર્મિક આસ્થા સાથેજ નહિ પણ આપડા સ્વાસ્થય માટે પણ લાભકારી છે. તો આજે જાણો કે આ લાલ-પીળા દોરા બાંધવાના પાછળ નુ કારણ….

ડોક્ટર આપડા હાથ પર જ્યાં તપાસે છે એજ જગ્યા પર બાંધવામાં આવે છે નાડાછડી, અને તે પણ રગ જોઈ ને બીમારીનુ તપાસ ત્યાજ કરે છે. નાડાછડી બંધાતા સમયે આપણા હાથનાં કાંડામાં જ્યા દબાણ થાય છે ત્યાજ લાલ દોરો બાંધવામાં આવે છે. તેનાથી વાત, પિત્ત અને કફ નિયંત્રણ માં રહે છે.

ધાર્મિક માન્યતાયો મુજબ નાડાછડીનો સીધો સંબંધ ત્રીદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ત્રણેય મહાશક્તીયો એટલે કે માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં પાર્વતી સાથે જોડવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે એમની કૃપાદ્રષ્ટિ સદાય માટે રહે છે.

ભગવાન બ્રહ્મા ના આશીર્વાદ થી કીર્તિ, ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ થી બળ અને ભગવાન શંકર ના આશીર્વાદ થી સદગુણો નો સંચાર થાય છે. એજ પ્રમાણે માં સરસ્વતી ના આશીર્વાદ થી સદબુદ્ધી, માં લક્ષ્મી ના આશીર્વાદ થી ધન-ધાન્ય એશ્વર્ય અને માં દુર્ગે સ્વરૂપ પાર્વતી ના આશીર્વાદ થી બળ શક્તિ મળે છે.

આપણા શરીર ની તમામ રુધિર વાહીનીયો હસ્ત થી થઇ ને કાંડા પાસે થી પસાર થાય છે જેથી કેરીને બાંધવા માં આવેલ નાડાછડી તે બધી રુધિર વહીનીયો ને નિયત્રણ માં રાખે છે તેમજ તેનાથી ગરમી, પિત્ત અને કફ જેવાં હાની પોચાવનાર પ્રશ્નો ને નિયંત્રણ કરી શકાય છે.

બી.પી, હૃદયરોગ થી લગતી બીમારીઓ , મધુ-પ્રમેહ અને લકવા જેવી જોખમી બીમારીઓનું જોખમ પણ ટળે છે.

એવી પણ એક ધાર્મિક માન્યતા હોવાનું સુચન છે કે નાડાછડીને રક્ષા સૂત્ર સિવાય મૌલી પણ કહેવામાં આવે છે અને તેમાં ભગવાન અદૃશ્ય રીતે બિરાજતા હોય છે.

પુરુષો અને અપરણિત યુવતીઓને જમણા હાથમાં અને પરણિત મહિલાઓને ડાબા હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે. નાડાછડી બંધાવતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ તેમજ બીજો હાથ માથા પર હોવો જોઇએ. નાડાછડીને પાંચ અથવા સાત રાઉન્ડ ઘુમાવીને બાંધવું જોઇએ. મતલબ કે એકી સંખ્યાના તારથી નાડાછડી બાંધવી જોઈએ.

મંગળવારે અને શનિવારે જૂની નાડાછડી ઉતારીને નવી નાડાછડી બાંધવી જોઇએ. એક પૂજા કાર્ય કે સંકલ્પ કર્યા પછી તેને તરત જ ઉતારી દેવી જોઈએ કેટલાક લોકો નાડાછડી જુની થઈ જાય ઘસાઈ જાય ત્યાં સુધી પહેરી રાખે છે આવું કરવું ન જોઈએ. જૂની નાડાછડીને ફેંકવી ન જોઇએ, તેને પીપળના વૃક્ષ નીચે મુકી દેવી જોઇએ.

Back To Top