લગ્નની સીઝનમાં આપણને ઘણીવાર કંસાર ખાવા મળતો હોય છે પરંતુ હવે લગનની સીઝન પુરી થઇ ગઈ છે ત્યારે જો તામેં કંસાર ખાવાનું મન થતું હોય તો આજે હું લાવી છુ તમારા માટે કંસાર બનાવવાની રીત તો ચાલો જોઈએ કંસાર કેવી રીતે બનાવવો
કંસાર બનાવવા માટે જરૂરી સામગ્રી :
પાંચસો ગ્રામ ઘઉંના ફાડા
જેટલા વાટકા ઘઉંના ફળ હોય તેનાથી બે ગણું પાણી
ત્રણસો ગ્રામ ગોળ
પચાસ ગ્રામ ઘી
તેલ
દળેલી ખાંડ
કંસાર બનાવવાની રીત :
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લો અને તે પાણી ઘઉંના ફાડા જેટલા વાટકા થાય તેનાથી બમણું લેવું અને તેને ગેસ પર ગરમ કરવા મુકો
પાણી ઉકળી જાય એટલે તમે બધો ગોળ ઉમેરી દો
જયારે ગોળ ઓગળી જાય એટલે તેને એક કપડાથી ગાળી લેવું
બીજી તપેલીમાં ગોલવાળું પાણી નાખી તાપ ઉપર મૂકી દેવું
જયારે તે બરાબર ઉકલી જાય એટલે તેમાં તેલમાં મોઈને ફાડા નાખવા
ત્યારબાદ તેમાં ગાંગડી ના રહે તેમ હલાવવું
ત્યારબાદ તેને એકદમ ધીમા તાપ ઉપર બાફવા મૂકી દો
દાણો બફાય જાય એટલે તેને ઉતારી લેવું
ત્યારબાદ તેમા ઘી અને ખાંડ ઉમેરી દો
તમારો કંસાર તૈયાર છે