કપૂર નો આ રીતે ઉપયોગ કરશો તો વાળ ને લગતી ઘણી સમસ્યા થઇ જશે દુર…

આજકાલ દરેક લોકો વાળની સમસ્યા થી પરેશાન રહે છે. કોઈ એવું વ્યક્તિ નહિ હોય કે જેને વાળની સમસ્યા ન હોય. વાળ મહિલા માટે એક ખુબસુરત ઘરેણું ગણાય છે. વાળ થી જ મહિલાની શોભા માં વધારો થાય છે. વાળ માટે ઘણા લોકો દવા પણ કરાવે છે. એનાથી કોઈ વધારે ફરક જોવા મળતો નથી. કપૂર નું નામ તો ઘણી વાર લોકો એ પૂજા કરવા માટે સાંભળ્યું હશે. પરંતુ પૂજા ની સાથે આ બીજા પણ ઘણા કામ માટે ઉપયોગ માં આવે છે. એને વાળ માં લગાવવાથી વાળ સાથે સબંધિત ઘણી સમસ્યાઓ થી રાહત મળે છે.

કપૂર માં એન્ટી ફંગલ, એન્ટી- ઇન્ફ્લામેટ્રી, એન્ટી- બેક્ટેરીયલ ગુણ હોવાથી વાળો ને ઘાટા, સુંદર અને સ્વસ્થ બનાવવા માં ફાયદાકારક છે. એમાં કોઈ પણ પ્રકારનું કોઈ કેમિકલ ન હોવાથી એને ઉપયોગ કરવાથી કોઈ સાઈડ ઈફેક્ટ હોવાનો ખતરો રહેતો નથી. તો ચાલો જાણી લઈએ કપૂર આપણા વાળ માટે કેવી રીતે બેસ્ટ છે, પરંતુ એની પહેલા જાણી લઈએ એને ઉપયોગ કરવાની રીત..

કેવી રીતે કરવો ઉપયોગ?

સૌથી પહેલા ૨ થી ૩ કપૂર ને પીસી ને એનો પાવડર બનાવી લેવો. એ પછી તમારા મનપસંદ તેલ ને થોડું ગરમ કરીને એમાં કપૂર ને મિક્સ કરવું. તૈયાર મિક્સચર ને તમારા વાળ પર હળવા હાથો થી લગાવવું. ૫ થી ૧૦ મિનીટ સુધી મસાજ કરવો. તમારા વાળ પર તેલ ને લગભગ ૧ કલાક અથવા પૂરી રાત લગાવી ને રાખવું. સવારે વાળ ને સારા શેમ્પુ થી ધોઈ લેવા.

ડેન્ડ્રફ થી આપશે છુટકારો

વધતા પ્રદુષણ અને વાળ ની સારી રીતે કેયર ન કરવાથી સૌથી વધારે ડેન્ડ્રફ ની પરેશાની નો સામનો કરવો પડે છે. એવા માં એનાથી છુટકારો મેળવવા માટે કપૂર નો ઉપયોગ કરવો બેસ્ટ વિકલ્પ છે. એમાં એન્ટી-ફંગલ, એન્ટી- ઇન્ફ્લામેટરી ગુણ રહેલા હોય છે. એવા માં એને વાળ પર લગાવવા થી આ પરેશાની માંથી રાહત મળે છે.

વાળ માંથી જૂ ની સમસ્યામાંથી અપાવશે રાહત

ઘણીવાર બાળકો માં ઘણા દિવસ સુધી માથું ન ધોવાના કારણે જૂ પડી જાય છે. એવા માં કપૂર ને પીગાળી ને એમાં નારિયેળ નું તેલ મિક્ષ કરી થોડા દિવસ લગાવવાથી વાળ માંથી જૂ દુર થવાના મદદ મળે છે.

વાળને ખરતા રોકે

કપૂર ને કોઈ પણ તેલમાં મિક્ષ કરીને લગાવવાથી વાળ ખરતા બંધ થઇ જાય છે. એને લગાવવા ના સમયે હળવા હાથે મસાજ કરવી જોઈએ. એવામાં અઠવાડિયા માં ૨ વાર અથવા વાળ ધોવાથી પહેલા એનો ઉપયોગ કરવાથી વાળ ઘાટા, સુંદર અને લાંબા થાય છે.

સિલ્કી અને સાઈનિંગ

કપૂર વાળ માં નેચરલી શાઈન લાવવા નું કામ કરે છે. કપૂર ને પીસી ને એમાં જૈતુન નું તેલ મિક્ષ કરીને લગાવવાથી વાળ સિલ્કી અને સોફ્ટ થાય છે.

Back To Top