બોલીવુડ ની આ હિરોઇને પ્રેગ્રેન્સી દરમિયાન પણ પોતાનો ફેશન લુકમા કોઇ બાંધછોડ કરી નહોતી, જુઓ તેનો લુક…

જ્યારે પણ મેટરનિટી ફેશનની વાત આવે છે ત્યારે આપણા મનમાં સૌથી પહેલા ઢીલા કોથળા જેવા કપડા, અનટ્રેક્ટિવ ફિટ અને પ્રિન્ટેડ લોન્ગ ટી-શર્ટનો વિચાર ઉદ્દભવે છે.

થોડાક સમય પહેલા સુધી જાણિતા ફેશન બ્રાન્ડ એવા કપડા ડિઝાઇન કરી રહ્યા હતા કે જેનાથી માતા બનનારી દરેક મહિલાનું સ્ટાઇલિશ દેખાવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. જો કે, સમયની સાથે કેટલીક જાણિતી અભિનેત્રીઓ અને તેમના સ્ટાઇલિસ્ટોએ ‘મોમ ટૂ બી’ની પરિભાષા જ બદલી નાંખી છે.

હવે મમ્મી બનનાર દરેક મહિલા ફિટ મિની-ડ્રેસથી લઇને હાઇ સ્લીટ્સ ડ્રેસ સુધીના ફેશનેબલ કપડા પહેરીને પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કરી રહી છે. કેટલીક સેલેબ્રિટીઝે પોતાની મેટરનિટી ફેશનથી દરેક મહિલા માટે ‘મોમ ટૂ બી’ની નવી ફેશનનો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે.

1. કરીના કપૂર ખાન

વર્ષ 2016માં જ્યારે કરીના કપૂર પોતાના બેબી બમ્પ સાથે ‘મોમ ટૂ બી’ ના ટ્રેન્ડમાં સામેલ થઇ ત્યારે તેના ફેશનને લોકોએ ખૂબ પસંદ કરી હતી. કરીનાએ મેટરનિટી ફેશનને સમગ્ર રીતે બદલી નાંખી છે. પોતાની પ્રેગ્રેન્સી સમયે મોટાભાગે કરીના લોન્ગ ગાઉનમાં જોવા મળી હતી પરંતુ આ ડ્રેસની સાથે પણ તે સ્ટાઇલિશ દેખાવાનું નથી ભૂલી.

2. લિસા હેડન

એક જમાનામાં જાણિતી મોડલ રહી ચુકેલી લિસા હેડન કેટલી હોટ એન્ડ સ્ટાઇલિશ છે એ તો બધા જાણે જ છે. લિસાના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી જ તમે અંદાજો લગાવી શકો છો કે તેમણે પોતાની પ્રેગ્રેન્સી દરમિયાન પણ એકથી એક ચઢિયાતા બિકની, હોલ્ટર-નેક ડ્રેસ અને મિની ડ્રેસમાં પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કર્યા છે.

3. કલ્કિ કોચલિન

જ્યારે વર્ષ 2019માં કલ્કિ કોચલિને પોતાની પ્રેગ્રેન્સી વિશે જાહેર કર્યુ ત્યારે લગભગ બધા લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ જેમ-જેમ કલ્કિએ સ્ટાઇલિશ અંદાજમાં પોતાના બેબી બમ્પને ફ્લૉન્ટ કર્યુ ત્યારે લોકો તેને જોતા જ રહી ગયા. કલ્કિએ પોતાની મેટરનિટી મૂવમેન્ટ્સમાં સાબિત કરી દીધું કે આરામની સાથે સ્ટાઇલનું પણ ધ્યાન રાખી શકાય છે.

4. સમીરા રેડ્ડી

વર્ષ 2019માં પોતાની બીજી ગર્ભાવસ્થામાં સમીરા રેડ્ડીએ એકથી એક ચઢિયારા લુકમાં જોવા મળી હતી. સમીરાએ પ્રેગ્રેન્સીના સમયના કેટલાક યાદગાર ફેશન વિકલ્પ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે, જેમાં રંગીન સ્વીમવેરથી લઇને બિકની અને મિની ડ્રેસ સામેલ છે.

5. નેહા ધૂપિયા

નેહા ધૂપિયા પર એક વાત જે ખરેખર તેમના પર ફિટ બેસે છે કે તે ક્યારેય પણ પોતાની સ્ટાઇલ અને ફેશન સાથે કોઇ પણ કૉમ્પ્રોમાઇઝ નથી કરતી અને આવું જ કંઇક તેમના ગર્ભાવસ્થા દરમિયાન પણ જોવા મળ્યું હતું કે જેમાં તેમના બોલ્ડ રંગોથી લઇને સ્ટાઇલિશ ડ્રેસને પહેરવું વધારે પસંદ કર્યુ.

Back To Top