આપણે દુકાનોમાં મુકેલા લાફિંગ બુદ્ધા તો જોયા જ હશે. લોકો તેને ગુડ લક તરીકે પોતાના ઘરમાં અને ઓફિસમાં પણ મુકતા હોય છે. આની પાછળ લોકોની માન્યતા છે કે સુખ સમૃદ્ધિ લાવવા માટે લાફિંગ બુધ્ધા ઘણા મહત્વના ગણાય છે.
પરંતુ શું તમે જાણો છો કે કોણ છે લાફિંગ બુધ્ધા ? તેમના હાસ્ય પાછળ આખિર શું કારણ છે ? તો ચલો આજે અમે તમને આ રાઝ જણાવીશું કે આવું શા માટે થાય છે.

એક માન્યતા પ્રમાણે , લાફિંગ બુધ્ધા મહાત્મા બુધ્ધના શિષ્ય હતા, માનવામાં આવે છે કે જ્યારે હોતોઇને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી, ત્યારે તેઓ જોર જોરથી હસ્યા હતા. અને ત્યાર પછી તેમણે પોતાના જીવનનો એક માત્ર ઉદ્દેશ હસવાનો જ બનાવી લીધો, તે જ્યાં પણ જતા ત્યાં જઇને તેઓ પોતાનું મોટુ પેટ બતાવીને જોર જોરથી હસવા લાગતા હતા, આ જ એક કારણ હતું કે, જાપાન અને ચીનમાં લોકો તેમને લાફિંગ બુધ્ધા બોલાવા લાગ્યા.
હોતોઇના અનુયાયીઓએ પણ તેમની હંસવાની આદતનો દુનિયા ભરમાં પ્રચાર કર્યો, ચીનમાં તો હોતોઇ એટલે કે લાફિંગ બુધ્ધાના અનુયાયિઓએ તેમનો એવો પ્રચાર કર્યો કે તેઓ તેમને ભગવાન માનવા લાગ્યા, લોકો તેમની મૂર્તિને ગુડ લક તરીકે પોતાના ઘરમાં મુકવા લાગ્યા.
જો કે ચીનમાં લાફિંગ બુધ્ધાને “પુતાઇ” ના નામથી ઓળખવામાં આવે છે. જેવી રીતે ભારતમાં ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે તેવી રીતે ચીનમાં લોકો લાફિંગ બુધ્ધાને માને છે.