લીમડાના પાન ના છે અઢળક ફાયદાઓ, તમે જાણીને દંગ રહી જશો…

લીમડાના પાન માં બહુ બધા પ્રકારના ઔષધીય ગુણધર્મો રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જણાવી દઈએ કે તેનો ઉપયોગ મોટેભાગે તો દક્ષિણ ભારતમાં જ થતો હતો પરંતુ હવે તે લગભગ દરેક રસોડામાં મસાલા તરીકે વપરાતા હશે. લીમડાના પાનનો ઉપયોગ ખોરાકના સ્વાદ વધારવા માટે પણ કરી શકાય છે.

લીમડાના પાનથી આપણા ખોરાક નો સ્વાદ તો વધે જ છે પરંતુ સાથે સાથે તે આપણા શરીરને અનેક પ્રકારના રોગથી બચાવવા માટે એટલે કે દૂર રાખવા માટે પણ મદદ કરે છે. લીમડાના પાનમાં આયર્ન કેલ્શિયમ અને બીજા ઘણા પ્રકારના વિટામીન્સ સુઈ જા જે આપણા શરીરને હાઈ બ્લડ પ્રેશર, એનિમિયા અને ડાયાબિટીસ સહિત ઘણા રોગોથી બચાવે છે. તદુપરાંત લીમડાના પાંદડાં અમુક વિટામિન જેવા કે B2, B6, B9 ભરપૂર માત્રામાં મળી આવે છે, જે આપણા વાળ કાળા અને મજબૂત તેમજ ગાઢ બનાવે છે.

લીમડાના પાન વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે તો વાળને ખરતા રોકવામાં વાળના મૂળને મજબૂત બનાવવામાં અથવા વાળને કાળા કરવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. લીમડાના પાન સાથે વાળ નુ ટોનિક બનાવવા માટે લીમડાના પાનને પાણી સાથે એ રીતે ઉકાળો કે પાણીનો રંગ લીલો થઈ જાય અને લીમડાના પાન બધા પાણી સાથે ભળી જાય પછી આશરે પંદરથી વીસ મિનિટ પછી તમારા માથા પર આ ટોનિક ને લગાવો. અઠવાડિયામાં બે વખત આવા હેર મસાજ કરવામાં આવે તો વાળ ને ઘણો ફાયદો પહોંચે છે.

જણાવી દઈએ કે લીમડાના પાનના સ્વાસ્થ્ય ના ફાયદાઓ વિશે તો તમે જાણો પરંતુ આપણા વજન ઘટાડવા માટે પણ લીમડાના પાન મદદમાં આવી શકે છે, લીમડાના પાનમાં રહેલી ફાઈબરની માત્રા આપણા શરીરમાં રહેલા સંગ્રહિત વધારે પડતી ચરબી તેમજ ટોક્સિન તત્વો કાઢવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

દરરોજ જો લીમડાના પાન ખાવામાં આવે તો વજન ઘટાડો થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું રહી શકે છે. આપણને ઘણા ને ખોરાક માંથી લીમડાના પાન કાઢીને બીજું બધું ખાવાની ટેવ હોય છે પરંતુ હવે પ્લેટ માંથી લીમડાના પાન કાઢી ના નાખતા અને ચાવી ચાવીને ખાધેલો જેથી તેના ફાયદા શરીર ને પહોંચી શકે.

લીમડાના પાનમાં આપણા શરીરમાં રહેલા લોહીના કોલેસ્ટ્રોલ ને ઘટાડવાની પણ ક્ષમતા રહેલી છે અને તેની ગુણવત્તા પણ છે. આપણે હૃદયરોગથી દૂર રહેવા માંગતા હોય તો લીમડો તેમાં મદદગાર સાબિત થઈ શકે છે. તમે જાણતા હશો કે શરીરના ઓક્સિડેટીવ કોલેસ્ટેરોલ ખરાબ કોલેસ્ટ્રોલ બનાવવામાં મદદ કરે છે.

જે કોલેસ્ટ્રોલ હૃદયરોગના હુમલાનું જોખમ વધારે છે. જણાવી દઈએ કે લીમડાના પાન એન્ટિઓક્સિડન્ટ્સ ગુણધર્મો ધરાવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ રોકવા માટે મદદ માં આવી શકે છે. આ રીતે તે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ થી દૂર રહેવામાં મદદ કરે છે.

જણાવી દઈએ કે એનિમિયા એ ખાલી રક્તના અભાવને કારણે શરીરમાં થતા નથી. ઊલટાનું જ્યારે શરીરમાં શોષણ અને યોગ્ય રીતે આયર નો ઉપયોગ કરવામાં આવે તો એનિમિયાના જોખમને ઘટાડે છે, તેમ છતાં આ રોગ દૂર કરવા માટે લીમડાના પાન ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે.

તેમાં રહેલા આયર્નને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે. આપણા શરીરમાં ફોલિક એસિડ આયર્ન અને શોધવામાં મદદ કરે છે અને આયર્ન લોહીના અભાવને પૂર્ણ કરે છે. આથી જો તમે એનિમિયા થી પીડાતા હો તો એક ખજૂર અને ત્રણ લીમડાના પાન દરરોજ સવારે ચાવીને ખાઈ જવા જોઈએ જે શરીરમાં આયર્નનું સ્તર વધારે છે અને એનિમિયા નું જોખમ ઘટાડી શકે છે.

લીમડાના પાનમાં એન્ટી ડાયાબીટીક એજન્ટના ઘણા પ્રકારો રહેલા છે જે શરીરમાં ઈન્સ્યુલિનની પ્રવૃત્તિને પ્રભાવિત કરી શકે છે અને રક્ત માંથી ખાંડ નું સ્તર ઘટાડવામાં મદદ કરશે સાબિત થઈ શકે છે. તદુપરાંત લીમડાના પાનમાં રહેલા ફાઈબર પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક નીવડી શકે છે, તેથી જો દરરોજ ખાલી પેટ લીમડાના પાન ખાવાનું શરૂ કરો તો ડાયાબીટીસ જેવા રોગ થી દૂર રહી શકવામાં મદદ મળી શકે છે.

Back To Top