એવું કહેવાય છે કે જ્યારે પણ આપનાર આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. જ્યારે આપણા ભાગ્યના સિતારા ઉંચા હોય છે ત્યારે પૈસા પોતે જ આપણી પાસે આવી જાય છે. પછી ભલે આપણે ગમે તેટલી ભૂલો કરીએ, પરંતુ નસીબના આધારે આપણને હંમેશા ફાયદો થાય છે.
હવે જુઓ આ અનોખો કિસ્સો.અહીં એક વ્યક્તિએ ભૂલથી ત્રણ વખત લોટરીની ટિકિટ ખરીદી હતી. તે પણ એક જેવા જ નંબર સાથે. એ બધું તો એનાથી ભૂલથી જ થયું હતું પરંતુ તેની આ ભૂલે તેને કરોડપતિ બનાવી દીધો. કારણ કે તેણે ખરીદેલી ત્રણેય ટિકિટોને લોટરી લાગી હતી.
હવે તે 1.2 કરોડનો માલિક બની ગયો છે.એક નાની ભૂલ અને 12 મિલિયન જીત્યાઃ આ ચોંકાવનારો કિસ્સો અમેરિકાના મેરીલેન્ડનો છે. અહીં 67 વર્ષના ટોવસન નામના વ્યક્તિને એકસાથે ત્રણ લોટરી લાગી છે. આ વ્યક્તિએ પહેલેથી જ લોટરીની બે ટિકિટ ખરીદી હતી. જો કે, તેને આ વાત યાદ નહોતી રહી અને જ્યારે તે થોડા દિવસો પછી દુકાને ગયો ત્યારે તેણે ત્રીજી વખત પણ લોટરીની ટિકિટ ખરીદી હતી.
માણસની આ ભૂલ તેના જીવનની શ્રેષ્ઠ બાબત સાબિત થઈ. વ્યક્તિએ ટિકિટ ખરીદવા માટે 5-1-3-5- 9 નંબર પસંદ કર્યા હતા. તેમની ત્રણ ટિકિટને મળીને એક કરોડ ૨૨ લાખથી વધુની લોટરી લાગી છે. રસપ્રદ વાત એ હતી કે તે વ્યક્તિની પત્નીને પણ જાણ નહોતી કે તેણે લોટરીની ત્રણ ટિકિટો ખરીદી છે.નસીબે ભૂતકાળમાં પણ અમીર બનાવ્યા હતાઃ આશ્ચર્યની વાત એ છે કે આ વ્યક્તિ અગાઉ પણ એક વખત લોટરી જીતી ચુક્યો છે.
ત્યારે તે તેની પુત્રીના જન્મના વર્ષ 1979 વાળી ટિકિટ ખરીદવા માંગતો હતો. પરંતુ લોટરી ટિકિટ આપનારએ તેને ભૂલથી 1997 નંબરની ટિકિટ આપી દીધી હતી અને હવે નસીબ જુઓ. આ વ્યક્તિને એ નંબરથી લોટરી લાગી હતી.
તે વ્યક્તિએ પછી કહ્યું કે તે જીતેલી રકમને તેની બે પુત્રીઓ વચ્ચે અડધા ભાગમાં વહેંચી દેશે.આમ તો નસીબનો આવો અનોખો ખેલ અમેરિકાના મેરીલેન્ડમાં જોવા મળી ચૂક્યો છે. ત્યારબાદ એક જ પરિવારના 3 સભ્યોની લોટરી લાગી હતી.
આ પરિવારના તમામ સભ્યોએ અલગ-અલગ લોટરીની ટિકિટો ખરીદી હતી. પુત્રી અને પુત્ર 5-3-8-3-4 નંબરે રમ્યા હતા.ત્યારબાદ ત્રણેયને 41 લાખ રૂપિયાની લોટરી લાગી. તેણે આ લોટરીની ટિકિટ માત્ર 80 રૂપિયામાં ખરીદી હતી. પરિવાર હેમ્પસ્ટેડ, મેરીલેન્ડનો હતો. હવે આવા નસીબદાર લોકોની વાર્તાઓ વાયરલ થયા પછી, ઘણા લોકો પોતાની ફૂટેલી કિસ્મત પર રડી રહ્યા છે.