સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે રોજબરોજ આપણને નવીનતમ વાતો જાણવા મળે છે.ઘણા લોકો ફક્ત એક ફોટો કે વિડીયો દ્વારા જગતભરમાં પોતાની ખ્યાતિ મેળવી લે છે.આવું જ કઈક આપણા કોઠારિયાના કમા ભાઈ સાથે થયું છે.
કર્તીદાનભાઈ ગઢવીના ગીત “રસિયો રૂપાળો….ઘેર જાવું ગમતું નથી પર કમાભાઈ એવું નાચ્યા કે ગુજરાત સહિત દેશભર તથા આખા વિશ્વમાં તેમણે નામના મેળવી લીધી.ચારેતરફ હાલ તો માત્ર ને માત્ર કમાભાઈનું નામ ચર્ચાઇ રહ્યું છે.
કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે કમાભાઈ રાતોરાત આટલી લોકપ્રિયતા મેળવી લેશે.કમાભાઈ વિશે ઘણા ગુજરાતના દિગ્ગજ કલાકારો,રાજનેતાઓ અને સાધુ-સંતો નિવેદન આપી રહ્યા છે.આ હરોળમાં કચ્છનાં કબરાઉધાનાં મહંત શ્રી મણીધર બાપુ પણ છે.
બાપુએ કમાભાઈ વિષે જણાવ્યું છે કે કમાનુ માન દેશ વિદેશમાં વધ્યું છે.પરંતુ કહીશ કે નરસિંહ મહેતા પણ ગામડા હતા જેમને 52 કામ કર્યા છતાં સમાજે તેમનો વિરોધ કર્યો હતો.
મણીધર બાપુ ટૂંકમાં કમાને કહેવા માગે છે કે તમારું નામ દેશ વિદેશમાં વધી રહ્યું છે અને ડાયરામાંથી જે પૈસા આવે તે કોઈ પણ વર્ણની દીકરી હોય તેને દાન કરી દે અથવા તો કોઈ પણ જરૂરિયાત વ્યક્તિને પૈસા દાન કરે.મણીધર બાપુ કમા વિશે વાત કરતા કહ્યું કે કમાની સારી વાત એ છે કે કમો બધા પૈસા દાનમાં આપી દે છે ને તે ભગવાનની કૃપા છે.