અભિનેત્રી મલાઈકા અરોરા મોટાભાગે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના પતિ અરબાઝ સાથેના છૂટાછેડાને લીધે તો ક્યારેક અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે મલાઈકા લાઇમલાઈતેમાં આવી જ જાય છે.

46 વર્ષની મલાઈકા આ ઉંમરે પણ ફિટનેસ અને સુંદરતાની બાબતમાં આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકા પોતાની ફિટનેસની બાબતને લઈને પણ ખુબ સજાગ રહે છે.

મલાઈકા અવાર નવાર પોતાના જિમમાં વર્કઆઉટની તસવીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. મલાઈકા પોતાના જીમની બહાર પણ સ્પોટ થાય છે.

અમુક દિસવો પહેલા જ મલાઈકા જિમ જવા માટે ઘરેથી નીકળી ત્યારે મીડિયાના કેમેરાની નજરોમાં આવી ગઈ. તેણે બ્લેક અને નિયૉન આઉટફિટ પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

મલાઈકાએ પણ મીડિયાની સામે સુંદર પોઝ આપ્યા હતા. મલાઈકાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ધડાધડ વાયરલ થઈ ગઈ હતી.

મલાઇકા ફિટનેસની બાબતમાં ખુબ જાગરૂક માનવામાં આવે છે. તે એક દિવસ પણ જિમ જવાનું છોડતી નથી. મલાઈકાનો જીમવાળો અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે.

ફિટનેંસ અને ફિલ્મોના સિવાય મલાઈકા પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં બની રહે છે. જણાવી દઈએ કે મલાઈકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા છે, બંન્નેનો એક દીકરો અરહાન ખાન છે.

મલાઈકા મોટાભાગે ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરતી જોવા મળી છે. આ સિવાય તે અમુક રિયાલિટી શો પણ હોસ્ટ કરે છે.

મળેલી જાણકારીના આધારે મલાઈકા અરોરા તાજેતરમાં અભિનેતા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે. બંન્નેએ સોશિયલ મડિયા પર એક તસ્વીર પોસ્ટ કરીને પોતાના રિલેશનને જગજાહેર કરી દીધું હતું.

મલાઈકા અવારનવાર પોતાના કામમાંથી સમય કાઢીને અર્જુન કપૂર સાથે રજાના દિવસો વિતાવવા માટે જતી રહે છે. આટલા સમયથી એકબીજાને ડેટ કરતા હોવા છતાં અર્જુન-મલાઇકાનો હાલ લગ્ન માટેનો કોઈ જ વિચાર નથી