મણિધર બાપુએ કહ્યું, ખોટા ધતિંગ ના કરશો.. મોગલધામ કબરાઉ કચ્છ

માતા મોગલ નો મહિમા અપરંપાર છે. માતાજીએ અત્યાર સુધીમાં લાખો લોકોને પરચા બતાવ્યા છે. જ્યારે ભક્તોએ રાખેલી માનતા પૂરી થાય છે તો ભક્તો માનતા પૂરી કરવા પહોંચી જાય છે. કેટલાક લોકો તો હજારો રૂપિયા લઈને મોગલ ધામ પહોંચે છે.આવું કરવાનું કારણ એ હોય છે કે તેમની અશક્ય હોય એવી માનતા માતાજી એ પૂરી કરી દીધી હોય છે.

આવી જ એક માંતા તાજેતરમાં એક યુવાને રાખી હતી. માનતા પૂરી થતાં યુવાન 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો. યુવક મણીધર બાપુને મળ્યો અને સમગ્ર વાત જણાવી તેમના હાથમાં 5000 રૂપિયા રાખ્યા. મણીધર બાપુ એ પહેલા રૂપિયા હાથમાં લીધા અને યુવકને આશીર્વાદ આપ્યા.

પછી તે રૂપિયાની ઉપર એક રૂપિયા મૂકીને યુવાનને પરત કરી દીધા અને કહ્યું કે આ રૂપિયા એની બેનને આપી દેવામાં આવે.સાથે જ મણીધર બાપુએ કહ્યું કે માતા મોગલ તેના પર પ્રસન્ન થયા છે અને જે પણ થયું તે કોઈ ચમત્કાર નથી યુવકે માતા મોગલ પર વિશ્વાસ રાખ્યો.

તેથી તેનું અશક્ય કામ પૂરું થઈ ગયું.મણીધર બાપુએ આગળ જણાવ્યું કે માતા મોગલ ની માનતા પૂરી થાય પછી રૂપિયાના દાન કરવાની જરૂર નથી માતા મોગલ ભક્તોની ભક્તિના જ ભૂખ્યા છે. જે પણ વ્યક્તિ માતા મોગલ ને સાચા મનથી માને છે તેણે તેમના પર વિશ્વાસ રાખવો અને ભૂખ્યાને ભોજન કરાવવું તેનાથી માતા પ્રસન્ન રહે છે.

Back To Top