આ સમયે આ ચમત્કારી મંત્રનો જાપ કરશો તો અનેક ગણો ફાયદો, તો આજે જ જાણો…

માતા ગાયત્રીની પ્રસન્નતા માટે ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે છે, આ મંત્રને સૌથી શ્રેષ્ઠ મંત્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમાંથી આ મંત્ર એક ગણવામાં આવે છે, આ મંત્રના જપ માટે દિવસમાં ત્રણ સમય બતાવામાં આવ્યા છે, મંત્ર જપના સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે.

ગાયત્રી મંત્ર – ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ – સૃષ્ટિના કર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનો આ તેજ અમારી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે.

ક્યારે કયારે કરી શકો ગાયત્રી મંત્રનો જપ

ગાયત્રી મંત્રના જાપનો પહેલો સમય છે પ્રાતઃકાળ, સૂર્યોદય થાય એ પહેલાના સમયે મંત્ર જાપ શરૂ કરવામાં આવવો જોઈએ, જાપ સૂર્યોદય થઇ ગયા પછી પણ ચાલુ રાખવો જોઈએ. મંત્ર જાપ માટે બીજો સમય છે બપોરનો. ત્રીજો સમય છે સાંજે સૂર્યાસ્ત થાય તેના થોડીવાર પહેલાનો. સૂર્યાસ્ત થાય એના થોડીવાર પહેલા મંત્ર જાપ શરુ કરીને સૂર્યાસ્તના થોડીવાર પછી સુધી મંત્રનો જાપ કરવો જોઈએ.

આ ત્રણ સમય પછી પણ ક્યારેક મંત્રનો જાપ કરવો હોય તો મનમાં કે માનસિક રીતે બોલ્યા વગર કરવો જોઈએ. મંત્ર જાપ વધુ તેજ અવાજ સાથે ના કરવો જોઈએ. એટલે કે ઘણા મોટેથી મોટા અવાજ સાથે મંત્રનો જાપ કરવો જોઈએ નહિ. આ મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો ઘણો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ મંત્રના જાપ કરવાથી કયા કયા ફાયદા થાય છે.

આ મંત્રના જાપ કરવાથી ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે. ત્વચામાં ચમક આવે છે, વિચારો પવિત્ર બંને છે, ભગવાનમાં વિશ્વાસ વધે છે અને મન લાગે છે. આંખમાં તેજ વધે છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનમાં વધારો થાય છે. રોજ મંત્રનો જપ કરતા વ્યક્તિનો સ્વભાવ શાંત અને આકર્ષક થવા લાગે છે.

Back To Top