મોટાભાગના લોકોને મેથીની ભાજી ખાવાનું ગમે છે. આ લીલી શાકભાજી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીનું શાક સ્વાસ્થ્ય માટે પણ સારુ છે. મેથીમાં રહેલા ગુણધર્મો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં સક્ષમ છે.
મેથીના બીજ કહેવાતા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે, પરંતુ મેથી વાળ માટે પણ ફાયદાકારક છે. મેથીનું સેવન કરીને શરીરને અનેક રોગોથી પણ બચાવી શકો છો. ચાલો જાણીએ મેથીના ફાયદા વિશે ..
ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથીની ભાજીનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં છે. આ માટે તમે મેથીનું શાક બનાવીને ખાઈ શકો છો અને તેનો જ્યુસ કાઢીને પી શકો છો. ડાયાબિટીઝના દર્દીઓ પાણીમાં મેથીના દાણા પલાળીને તેનું પાણી પણ પી શકે છે. તે ફાયદાકારક છે.
મેથીની ભાજી કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત આપે છે. જો કોઈને ગેસની સમસ્યા હોય તો મેથીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના ઉપયોગથી પાચન સરળ રહે છે, જે પેટને લગતી સમસ્યાઓથી રાહત આપે છે.
મેથીના પાન અને મેથીના દાણા બન્ને વાળને ચમકદાર બનાવે છે. મેથીના દાણાને વાળમાં લગાડવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. મેથીના દાણાને વાળ પર લગાવવાથી ચમક આવે છે.
બાળકોને ઘણીવાર પેટના ચરમીયા પડવાની સમસ્યા હોય છે. દરરોજ એક ચમચી મેથીના પાનનો રસ પીવાથી પેટના કૃમિની સમસ્યાથી રાહત મળે છે. વડીલો મેથીના પાનના રસનું સેવન કરી શકે છે.