અમદાવાદમાં આ વ્યકિતના ઘરે મોગલ માતા હાજરા હજૂર છે, અહીં એકપણ રૂપિયો લેવામાં આવતો નથી, જાણો તમે પણ…

દોસ્તો સાથે માતા મોગલ નું નામ લેવા માત્રથી જ આપણા બધા દુઃખો દૂર થઈ જતા હોય છે. વળી માતા મોગલ ના ધામે આવનાર કોઈ પણ વ્યક્તિ દુઃખી થઈને પરત ફરતો નથી અને ભક્ત દ્વારા રાખવામાં આવેલી બધી ઈચ્છાઓ પૂરી થતી હોય છે. વળી જ્યારે ભક્તની બધી જ ઈચ્છાઓ અને માનતાઓ પૂરી થઈ જાય છે ત્યારે તે દોડતા પગે માતા મોગલના ચરણોમાં આવતો હોય છે.

માતા મોગલના ધામમાં એવા ઘણા બધા કિસ્સાઓ સામે પણ આવ્યા છે, જ્યાં ભક્ત ની ઈચ્છા પૂરી થવા પર ભક્તો હજારો રૂપિયા ખર્ચ કરતો હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે મોગલ માતા પૈસાના ભૂખ્યા નથી તેઓ હંમેશા ભાવના ભૂખ્યા હોય છે અને તેમના પર વિશ્વાસ રાખવાથી આપણા કામ પૂરા થતા હોય છે.ભગુડા અને કબરાઉ ધામમાં મોગલ માતા બિરાજમાન છે.

માતા મોગલ અહીં આવેલા બધા જ ભક્તોના દુઃખો દૂર કરતી હોય છે અને આજે અમે તમને માતા મોગલ ના એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા છે પરંતુ ત્યાં માતા મોગલ હાજરાહજૂર છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે માતાજીનું એક મંદિર અમદાવાદ ખાતે આવેલ છે. હકીકતમાં માતા મોગલ અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના ઘરમાં બિરાજમાન થયેલ છે.

આ પરિવારની એક પુત્રી એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતીઅને તે દીકરીને રાતે માતા મોગલના સપના આવી રહ્યા હતા પરંતુ દીકરી તેને સમજી શકતી નહોતી. એક દિવસ માતાજીએ દીકરીના સ્વપ્નમાં આવીને તેમનું ચિત્ર બનાવવાની વાત કરી હતી અને જ્યારે બીજા દિવસે દીકરીએ તેમનું ચિત્ર બનાવ્યું ત્યારે તે માતા મોગલ નું હતું.

માતા મોગલ ને આ પરચા પછી બ્રાહ્મણ પરિવારે તેમના ઘરમાં માતા મોગલ ની સ્થાપના કરી હતી અને આજે પણ હજારોની સંખ્યામાં આવી ભક્તો દર્શન કરવા માટે આવતા રહે છે.અમદાવાદ ખાતે આવેલા માતા મોગલના મંદિરમાં એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી અને આ પરિવારમાં સાક્ષાત મોગલ માતા બિરાજમાન હોવાનું માનવામાં આવે છે.

Back To Top