શુ તમે રોજ જીભ સાફ નથી કરતાં? તો તમને પણ હશે આ સમસ્યાઓ…

દાંતને મજબૂત અને ચમકતાં રાખવા માટે નાના-મોટાં સૌ કોઈ સવારે ઊંઘમાંથી જાગીને અને રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરતાં હોય છે. જો રોજ દાંત સાફ ન કરીએ તો દાંત સડી જવા, પેઢા નબળા પડવા ઉપરાંત અનેક રોગ થઈ શકે છે. એટલા માટે નાનપણથી જ સૌ કોઈને દાંત સાફ કરવા માટે સતત સલાહ મળતી રહે છે.

પરંતુ શું તમે જાણો છો કે દાંતની જેમ જીભને પણ નિયમિત રીતે સાફ કરવી જરૂરી છે? જો જીભ રોજ સાફ કરવામાં ન આવે તો ગંભીર રોગ પણ થઈ શકે છે? નથી જાણતાં તો આજે જાણી લો અને રોજ જીભ પણ સાફ કરવાની આદત પાડી લો.

– જો રોજ જીભ સાફ કરવામાં ન આવે તો સૌથી પહેલાં તો મોંમાં બેક્ટેરિયા થવા લાગે છે અને તેના કારણે મોંમાંથી સતત દુર્ગંધ આવે છે.

– જીભ સાફ ન કરવાથી તો તેના કારણે પેઢાને પણ નુકસાન થાય છે. જીભના બેક્ટેરિયાના કારણે પેઢા લાલ થઈ જાય છે અને થોડા સમયમાં લોહી નીકળવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે.

– જેઓ રોજ જીભ સાફ નથી કરતાં તેમને ભોજનનો સ્વાદ આવતો નથી. તેનું કારણ હોય છે કે બેક્ટેરિયાના કારણે જીભની સ્વાદ ઓળખવાની ગ્રંથિને નુકસાન થાય છે.

– જીભ સાફ ન કરતાં હોય તેમની જીભ પર ખોરાકના અવશેષો, ગંદકી જમા થતી રહે છે જેના કારણે જીભ પર સફેદ રંગનું એક આવરણ બની જાય છે.

– જીભ રોજ સાફ ન થાય તો મોંમાં ચાંદા પડવાની સમસ્યા પણ વારંવાર થયા કરે છે. આ ઉપરાંત મોંમાં પિરિઓડોન્ટલ નામનો રોગ પણ થઈ શકે છે. જેના કારણે ગંભીર નુકસાન થઈ શકે છે.

Back To Top